પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મુસ્લિમ વિસ્તારોમાં રોનક જોવા મળી રહી છે, જ્યારે મસ્જિદો પણ નમાઝીઓથી ઉભરાય છે. શુક્રવારે જુમ્માની નમાઝ અદા કરવા શહેરના શાહેઆલમ વિસ્તારમાં આવેલી શાહેઆલમ દરગાહના પ્રાંગણમાં સ્થિત શાહી મસ્જિદમાં મોટી સંખ્યામાં નમાઝીઓ જોવા મળ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં મસ્જિદના પ્રાંગણમાં નમાઝીઓ દૃશ્યમાન થાય છે.