(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૭
જૂનાગઢ શહેર મહાનગરપાલિકાની ચૂંટણીનો જવર ચરમસીમાએ પહોંચી ચૂકયો છે ત્યારે નરેન્દ્ર મોદીનું કોંગ્રેસ મુક્ત અભિયાન જાણે કે, જૂનાગઢમાં સંપૂર્ણપણે કારગત બનાવવાના ભાગરૂપે જૂનાગઢ શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉમેદવારોથી લઈને કોંગ્રેસના વરિષ્ઠ પદાધિકારીઓના ભાજપ પ્રવેશનો સિલસિલો જારી રહ્યો છે. આજે જૂનાગઢ શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ અમીપરા અને તેમની આખી ટીમનો ભાજપ પ્રવેશ થતાં જૂનાગઢના રાજકારણમાં સોપો પડી ગયો છે.
જૂનાગઢ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, રાજુભાઈ ધ્રુવ, ગોરધનભાઈ ઝડફિયા, મંત્રી જવાહરભાઈ ચાવડા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રથમ ભાજપના ટોલ ફ્રી નંબર પર મિસ કોલ કરીને ભાજપના સામાન્ય કાર્યકર તરીકે પ્રવેશ મેળવ્યો હતો બાદમાં મહાનુભાવોના હાથે કેસરિયા ખેસ ધારણ કરીને વિધિવત ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.
ભાજપ પ્રવેશ કરનાર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં શહેર વિનુભાઈ અમીપરાના ભાજપ પ્રવેશ સાથે વર્ષાબેન વડુકર, ધીરજભાઈ નાયબ, અતુલભાઇ ભુવા, જનકભાઈ બકુલભાઈ ભુવા, વર્ષાબેન ડાંગર, વર્ષાબેન લીંબડ, દીપકભાઈ મકવાણા, લલીતાબેન ખુમાણ, વિનભાઈ ડાંગર, મનીષાબેન સાવલિયા, કિશોરભાઈ સાવલિયા, અશ્વિનભાઈ રામાણી, ઘનશ્યામભાઈ પોક્યા, ઈસ્માઈલભાઈ બોલ, ભાવનાબેન સમીરભાઈ રાજા, પરસોતમભાઈ પોચીયા, નજમાબેન હાલા સહિતના કોંગ્રેસના મોટા ભાગના કાર્યકરો આગેવાનો ભાજપમાં જોડાયા હતા.
પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો વળતા પાણી જૂનાગઢમાંથી શરૂ થઈ ચૂક્યા છે કોંગ્રેસની દુકાન હવે બંધ થવા જાય છે.
જૂનાગઢમાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું અમીપરા અને ટીમનો ભાજપ પ્રવેશ

Recent Comments