(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.રર
જૂનાગઢ શહેરમાં નવા નાગરવાડામાં જૈન મંદિર પાછળ આવેલ જયદીપ એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નં.૧૧મા પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ચાર શખ્સોને ઝડપી લેવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એમ.કે.મકવાણા બ્લોક નં.૧૧મા બહારથી માણસો બોલાવી અને જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.કે.મકવાણા અને સ્ટાફે ગુજરાત અંગે દરોડો પાડતા શૈલેષ બટુકભાઈ ચાવડા સહિત પાંચ સામે કાર્યવાહી કરેલ છે. આ જુગારધામમાંથી રૂા.૪૩,ર૦૦ની રોકડ, મોબાઈલ નં.૬ રૂા.પપ૦૦, મોટરાસાઈકલ-પ રૂા.૧.પ૦ લાખ વગેરે મળી કુલ રૂા.૧,૯૮,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગારધારા કલમ ૪-પ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ એચ.કે.બેલીમ ચલાવી રહ્યા છે.
બીજા બનાવમાં વિસાવદરના પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ આલિંગભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે દુધાળા ગામે જુગાર અંગે દરોડો પાડતાં વિઠ્ઠલભાઈ નરશીભાઈ સણીયારા સહિત સાતને રૂા.૮૬૭પની રોકડ, મોબાઈલ વગેરે મળી કુલ રૂા.૧૦ર૭પનાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં જૂનાગઢ બ્રાન્ચના કોન્સ્ટેબલ સાજીદખાન યુસુફભાઈ અને સ્ટાફે જૂનાગઢ તાલુકાના ડેેરવાણ ગામે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા મજબૂતસિંહ હમીરભાઈ ભાટી, વગેરેને રૂા.૧૯૦૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે જ્યારે આ રેઈડ દરમ્યાન નવ જુગારીઓ નાસીં ગયા હતા. પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
ચોથા બનાવમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ એન.એ.ચાવડા અને સ્ટાફે બામણગામ ગામે જુગાર અંગે દરોડો પાડતા હનીફભાઈ મુસાભાઈ ખેબર વગેરેને રૂા.૧૮પ૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે.
પાંચમા બનાવમાં કેશોદના પીએસઆઈ પી.બી.લક્કડ અને સ્ટાફે પ્રાંસલી ગામે અરજણભાઈ પરબતભાઈ કારેથાના મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા કુલ ૧૮ શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ રૂા.પ૯૩૬૦ની રોકડ, મોબાઈલ ફોન ૧પ વગેરે મળી કુલ રૂા.૭૦૩૬૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
છઠ્ઠા બનાવમાં કેશોદના પીએસઆઈ પી.બી.લક્કડે કેશોદ તાલુકાના પંચાળા ગામે જુગાર અંગે દરોડો પાડતા ૯ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં ૧૭૩ર૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
સાતમા બનાવના વંથલીના પોલીસ કોન્સ્ટેબલ ડી.એસ.બાબરીયા અને સ્ટાફે વંથલી તાલુકાના કણઝાધારે જુગાર અંગે દરોડો પાડતા પાંચ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં રૂા.૩૧૧૦ની રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને તેમની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આઠમા બનાવમાં બાંટવાના કોડવાવ ગામે પોલીસ સબ ઈન્સ્પેક્ટર પી.વી.વાઘેલા અને સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતાં સાત શખ્સોને કુલ રૂા.૧,૪૩,પ૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને તેમની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.