(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૧૮
જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં છ દરોડામાં પોલીસે ૩૪ મહિલા અને ૧પ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ પી.એસ.ચાવડા અને સ્ટાફે પીપલીયાનગરમાં આવેલ સિદ્ધી વિનાયક સોસાયટીમાં જાહેરમાં રસ્તા ઉપર પાથરણું પાથરીને તીનપત્તી રોન નામનો જુગાર રમતાં ૧ર મહિલાઓને જુગાર રમતાં રૂા.૪૩૭૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા સ્થળેથી જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ વી.એલ.પાતર અને સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે નોબલ સ્કૂલ નજીક ભાનુ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગાર અંગે દરોડો પાડતાં ૬ મહિલાઓને તીનપતીનો જુગાર રમતાં રૂા.૧ર૯પની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ત્રીજા સ્થળેથી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ કે.ડી.રાઠોડ અને સ્ટાફે ગઈ કાલે ચોક્કસ બાતમીનાં આધારે તાલુકાના બામણગામ ગામે જુગાર અંગે દરોડો પાડતાં રૂા.૭૧૦૦ની રોકડ પાંચ શખ્સો સાથે જુગાર રમતાં ઝડપી લીધેલ છે. જ્યારે કેતનભાઈ અમૃતભાઈ ગજેરા આ દરોડા દરમ્યાન નાસી છુટેલ પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ચોથા સ્થળેથી બિલખા પોલીસ સ્ટેશન વિસ્તારનાં મેવાસા ગામે પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવનાબેન અરજણપરી અને સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે મેવાસા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૧ પુરૂષ અને ૧૧ મહિલાઓને જુગાર રમતાં રૂા.પપ૭૦ની રોકડ, ૪ મોબાઈલ વગેરે મળી કુલ રૂા.૭પ૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે મેંદરડાના પોલીસ કોન્સ્ટેબલ કિરણ પાચાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડતાં શખ્સોને રૂા.ર૭૭૦૦ની રોકડ સાથે જુગાર રમતાં ઝડપી લઈ તેમનાં વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત મેંદરડા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ અંજુબેન અશોકભાઈ અને સ્ટાફે દાત્રાણા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૧ પુરૂષ અને પ મહિલાઓને રૂા.ર૮ર૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જૂનાગઢમાં જગમાલ ચોક જૈન દેરાસર મંદિરની સામે રહેતાં લુકમાન ગુલામ હુસેન પટણી (ઉ.વ.૩૪, ધંધો-વેપાર, ટ્રાન્સપોર્ટ) વાળાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની ભાટીયા ધર્મશાળા રોડ સંજીવની ક્લિનીકની સામે આવેલ ટ્રાન્સપોર્ટ ઓફિસનાં ધાબા ઉપરથી પાછળનાં ભાગે નવેડા વાટે ગેરકાયદેસર પ્રવેશ કરી ઓફિસનાં ટેબલનું ખાનું ડિસમીસથી તોડી અને ખાનામાં રહેલ રૂા.૬પ હજારની રકમ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.