જૂનાગઢ, તા.૩
જૂનાગઢ જિલ્લામાં પોલીસે ત્રણ સ્થળે પડેલા જુગાર દરોડામાં ર૩ શખ્સોને ઝડપી લેવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઉમેશચંદ્ર મહેશચંદ્ર અને સ્ટાફે વ્રજવિહાર સોસાયટી નજીક જુગાર અંગે દરોડો પાડતા જુગાર રમતાં સંદીપ પરબતભાઈ હુણ, કમલેશ સુરેશભાઈ કહોર, બાલા હમીરભાઈ, નથુભાઈ અરશીભાઈ દાસા, પોપટ વિરમભાઈ ઓડેદરા વગેરેને જાહેરમાં જુગાર રમતાં રૂા.૬૦૧૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વંથલીના પીએસઆઈ આર.બી. ગઢવી અને સ્ટાફે ગઈકાલે ખોરાસા ગામે દેવાંગ ભનુભાઈ ડાંગરના મકાનમાં જુગાર અંગે દરોડો પાડતાં દેવાંગ ભનુભાઈ ડાંગર, મુકેશભાઈ હિરાભાઈ ચાવડા, મનોજભાઈ પરબતભાઈ ચાવડા, રામભાઈ પુનાભાઈ ચાવડા, ખીમાભાઈ ભીમાભાઈ ચાવડા, હિરાભાઈ પેથાભાઈ ચાવડા, ભીખાભાઈ નાજાભાઈ ચાવડા, રમેશભાઈ નારણભાઈ બતાળા, રાયમલભાઈ ભીમાભાઈ ડાંગર, ભનુભાઈ માણસુરભાઈ ડાંગર વગેરેને રૂા.૩૩૧૦૦ની રોકડ તથા મોબાઈલ ફોન ૯ વગેરે મળી કુલ ૩૮૧૦૦ના રોકડા મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. જ્યારે શીલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.વી. ગોજીયા અને સ્ટાફે શીલના કોલેજ ગામે જુગાર અંગે દરોડો પાડતાં જુગાર રમતાં કેશુભાઈ દેવશીભાઈ મોકરિયા, પ્રવિણભાઈ રાણાભાઈ બાલસ, સંજયભાઈ રમેશભાઈ ભરડા, વિપુલભાઈ બાબુભાઈ સારિયા, મનહરભાઈ ખીમાભાઈ બાલસ, રણમલભાઈ હાજાભાઈ મોકરિયા, માલદેભાઈ જીણાભાઈ મોકરિયા, મનુભાઈ ખીમાભાઈ આંત્રોલિયા વગેરેને જુગાર રમતાં રૂા.૧૮૦૦૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.