જૂનાગઢ,તા.ર૧
જૂનાગઢના એકમાત્ર નજીકના હરવા-ફરવાના સ્થળ એવા નરસિંહ મહેતા તળાવમાં કરવામાં આવેલ લાઈટિંગ, લેસર શોને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે તેમ જણાવી મનપાના કમિશનર વી.જે. રાજપૂતે જણાવ્યું હતું કે આવો જ લેસર અને લાઈટિંગ શો કાયમી ધોરણે નરસિંહ તળાવે શરૂ કરવામાં આવશે અને આ લેસર શોમાં વોઈસ સાથે ચિત્રો પણ દૃશાવવામાં આવશે આ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત નરસિંહ તળાવને બ્યુટિફિકેશન કરવાની યોજના અંતર્ગત અનેકવિધ સુવિધા જૂનાગઢની જનતાને પ્રાપ્ત થશે જેમાં ખાસ લોક આકર્ષણનું કેન્દ્ર બની રહેનાર બોટિંગ સેવાનો ટૂંક સમયમાં જ પ્રારંભ થનાર છે. આ સેવા દ્વારા જનતા બીટિંગ સેવા આનંદ ઉઠાવી શકશે સાથે સાથે કોર્પોરેશનને પણ આવક થશે. આમ બંને પક્ષે ફાયદો થશે.
માત્ર શનિ, રવિ બે દિવસ દરમિયાનના લાઈટિંગ લેસર શો એ જૂનાગઢની જનતાને ઘેલું લગાડ્યું હતું. ત્યારે આનાથી પણ સુંદર લેસર શો આગામી દિવસોમાં ગોઠવવા માટેનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યુ છે અને આ લેસર શો કાયમી ધોરણે નરસિંહ તળાવે યોજાય તેવા કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે આ લેસર શોમાં ચિત્રો અને સંવાદ અવાજ પણ ઉમેરાશે આમ એક નવીન સુવિધા જૂનાગઢની જનતાને મળશે અને જે યાદગાર બની રહેશ. આ ઉપરાંત વિવિધ પ્રકારની બોટ દ્વારા બોટિંગ સુવિધા પ્રાપ્ત થશે. આ અંગે બોટ સેવાના સંચાલક વિજયભાઈ જોટવાના જણાવ્યા મુજબ જૂનાગઢના ઈતિહાસમાં નરસિંહ તળાવનું બોટિંગ તમામને માટે એક સંભારણું બની રહે તે માટેના અમારા પ્રયાસ અંતર્ગત એવી બોટ લાવવામાં આવશે જે કાશ્મીરના દાલ સરોવરમાં અને દાર્જિલિંગના તળાવોમાં હોય છે. એક લાખની બોટથી લઈને પાંચ લાખ રૂપિયાની અત્યાધુનિક સુવિધાથી સજ્જ બોટ લાવવામાં આવશે અને તેના દ્વારા બોટિંગની મજા જૂનાગઢના લકોો માણી શકશે અને તે પણ માત્ર મામૂલી ભાડામાં બોટ કિંમતી હોવા છતાં સામાન્ય બોટમાં હોય છે તેવું ભાડું રાખવામાં આવશે. શરૂઆતના તબક્કે છ બોટ લાવવામાં આવશે. બાદમાં જરૂરિયાત પ્રમાણે બોટની સંખ્યામાં વધારો કરવામાં આવશે. લોકો સવારે ૯ વાગ્યાથી રાત્રિના ૧૧ વાગ્યા સુધી તળાવમાં બોટિંગ કરી શકશે. આ બોટમાં પોતાની રીતે ચલાવી શકાય તેવી પેંડલ બોટ, વોટર સ્કુટર બોટ રહેશે તેમજ કાશ્મીર દાર્જિલિંગમાં હોય છે તેવી બે વ્યક્તિ ખાસ કરીને કપલ માટે હોય છે તેવી આધુનિક માટે અવિસ્મરણીય બની રહેશે.
જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશન કરવાનું આયોજન

Recent Comments