(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૧
જૂનાગઢ શહેર પોલીસે જુગારની બદી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે દરમિયાન જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટાફે વાલ્મિકી નગર ખાતે જુગાર અંગે દરોડો પાડતા મુકેશ ઉર્ફે જીમ છગનભાઈ બોરીચા, બાબુભાઈ અરજણભાઈ ગોહેલ, ખીમજીભાઈ લખમણભાઈ સાગઠિયા (રહે. બધા જૂનાગઢ, ગોધાવાવની પાટી) વાળાઓને જાહેરમાં જુગાર રમતાં રૂા.૮ર૩૦ રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ સબીરખાન આલમખાન અને સ્ટાફે મજેવડી દરવાજા નજીક હોન્ડા શો-રૂમ સામે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતાં અશોકગીરી રતીગીરી મેઘનાથી, સંદીપ ચંદુભાઈ હિરપરા, ઉમેદપરી કરશનપરી ગોસ્વામી, દીપક રણછોડભાઈ ભટ્ટી, પરમાનંદ બધારામ બસતાણી વગેરેને રૂા.૯રપ૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
વિસાવદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.એમ.વ્યાસ અને સ્ટાફે ગઈકાલે નાની મોણપરી ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં મથુર વાલજીભાઈ રાખોલિયા, જયસુખ ધરમશી રાખોલિયા, મહેશભાઈ ભૂપતભાઈ હુંબલ, જીગ્નેશભાઈ પ્રવિણભાઈ રાખોલિયા, રતિભાઈ મેઘાભાઈ ચારોલિયા, કડવાભાઈ ભીખાભાઈ ચિરોયા, વજુભાઈ બચુભાઈ હિરપરા, ભરતભાઈ ભીખાભાઈ મકવાણા, દિવ્યકાંતભાઈ જેરામભાઈ જોષી વગેરેને જાહેરમાં જુગાર રમતાં રૂા.રર૭૯૦ની રોકડ તેમજ ચાર્જિંગ હાથબત્તી નંગ-ર કિંમત રૂા.ર૦૦ મળી કુલ રૂા.રર,૯૯૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.વંથલીના હેડ કોન્સ્ટેબલ ડી.એચ. બાબરિયા અને સ્ટાફે નરેડી ગામ પાસે જુગાર અંગે દરોડો પાડતા જાહરેમાં જુગાર રમતાં વૈભવભાઈ મશરીભાઈ વદર, માલદેભાઈ મેણંદભાઈ વદર, જયેશભાઈ નથુભાઈ વદર, ગોવિંદભાઈ આલાભાઈ પરમાર, નરશીભાઈ બધાભાઈ સિંગલ, સંજયભાઈ નારણભાઈ સિંગલ વગેરેને રૂા.રપ૬૦૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.શીલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી.બારિયા અને સ્ટાફે દરસાલી ગામે જુગાર અંગે દરોડો પાડતા છ શખ્સોને રૂા.૭ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત બગસરા ગામે શીલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.યુ.કોડિયારે જુગાર અંગે દરોડો પાડતા બે શખ્સો ઝડપાઈ ગયા હતા. જ્યારે ત્રણ શખ્સો નાસી ગયા હતા તેમજ સ્થળ ઉપરથી રૂા.પ૭૦૦/-ની રોકડ જપ્ત કરવામાં આવી હતી.