(એજન્સી) વલ્લભગઢ, તા.૯
રર જૂનના રોજ નવી દિલ્હીથી હરિયાણા જઈ રહેલ ટ્રેનમાં વલ્લભનગર માટે રવાના થનાર જુનૈદની હિંસક ટોળાએ ઢોરમાર મારી હત્યા કરી નાંખી. ઈદના ચાર દિવસ પહેલા જુનેદ પોતાના ભાઈ મિત્રો સાથે ખરીદી કરી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં એક ટોળાએ તેમને ગૌમાંસ ખાનારા અને દેશદ્રોહી કહી તેમના પર હુમલો કર્યો હતો. જ્યાં જુનૈદની મોત થઈ હતી તથા તેમના મિત્રો ગંભીરરૂપે ઘવાયા હતા. આ મુદ્દે જુનૈદના પિતાએ હત્યાના મુખ્ય આરોપીઓને મોતની સજા સંભળાવવા માગ કરી છે. પોલીસે જુનૈદની હત્યામાં સામેલ મુખ્ય આરોપીને મહારાષ્ટ્ર ધુલેમાંથી ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ કર્યું છે કે જુનૈદ હત્યાકાંડમાં મુખ્યરૂપથી સામેલ હતો. આ મુદ્દે પોલીસે અત્યાર સુધી સરકારી કર્મચારી સહિત પ આરોપીઓની ધરપકડ કરી છે. જે ટ્રેનમાં જુનૈદની હત્યા કરવામાં આવી હતી એ જ ટ્રેનના ડિપાર્ટમેન્ટમાં બેસી જુનૈદના પિતા તથા તેમના બે ભાઈ અને સગા-વહાલાઓએ મુસાફરી કરી હતી.
૧૬ વર્ષીય નિર્દોષ જુનૈદના હત્યારાને ત્રણ દિવસના રિમાન્ડ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે, જે હથિયારો વડે જુનૈદની હત્યા કરવામાં આવી હતી એ તિક્ષ્ણ હથિયારો હજી સુધી મળ્યા નથી. તથા હત્યાનો મુખ્ય આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરતાં બયાન આપ્યું કે જુનૈદ હત્યાકાંડનો મુખ્ય આરોપી હું જ હતો.
શાકભાજી વેચતા શાબીર અલીએ જણાવ્યું કે મારા અનુભવ મુજબ અહીં અમે તમામ હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો સાથે હળીમળીને રહીએ છીએ, એમ એકબીજા પ્રત્યે કોઈ ભેદભાવ રાખતા નથી, અમારા પાડોશી પણ હિન્દુ છે, અમે એકી સાથે કામ કરીએ છીએ, આ માત્ર રાજનૈતિક નેતાઓનું ષડયંત્ર છે. વોટ હાંસલ કરવા, વોટ મેળવવા તેઓ કોમી રમખાણો ઊભા કરે છે.
પ૦ વર્ષીય બિઝનેસમેન કુંદલ શર્માએ સાબીરઅલીની વાતથી સહમત થતાં કહ્યું ભારતમાં બહારી તાકતે વિદેશી તાકતોના જોરે લઘુમતી વિસ્તારોમાં ભડકાવવામાં આવે છે. જેમ કે પાકિસ્તાન બાંગ્લાદેશના લઘુત્તમ સમાજો. થોડીક ક્ષણની ચુપ્પી સાધતા સાબીર અલીએ કહ્યું કે સરકારને એવું લાગે છે કે અમે પાકિસ્તાની છીએ ? લો અમારા મોબાઈલ ફોન તપાસી જુઓ, જુઓ અમારા સીમકાર્ડ, અમારી માટે પાકિસ્તાન કશું જ નથી, ત્યાં જ આતંકવાદીઓ વસે છે તે આતંકવાદીઓ જ છે, તેઓના કોઈ ધર્મ હોતો નથી, ભારતીય મુસ્લિમો ભારતને ચાહે છે. ભારતના તમામ નાગરિકોએ ભારત પ્રત્યે આદર-પ્રેમ રાખવો જોઈએ. સમગ્ર વિશ્વમાં ભારત દેશ જેવો કોઈ દેશ નથી. જુનૈદના ભાઈ ફેસલના ચહેરા પર આજે પર ભય જોવા મળે છે. આજે પણ એના ભાઈને યાદ કરીને ધ્રુજી ઉઠે છે. આ ઘટના બાદ વલ્લભગઢના લઘુમતી સમુદાયના લોકો ટ્રેનમાં જવા માટે ભય અનુભવે છે, અમે વલ્લભનગરના માત્ર એક જ રેલ્વે સ્ટેશને છ જુનૈદની સાથે જે ઘટના બની એ ઘટના બાદ અહીં તમામ લોકો પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે.
રર જૂનના રોજ અહીં માતમ છવાયો હતો. વલ્લભગઢ રેલવે સ્ટેશન મારફતે મોટાભાગે મુસ્લિમો મુસાફરી કરતા હતા, જ્યાંથી સસ્તી અને ઝડપી ટીકડો મળી રહેતી હતી, આ ગામના મુસ્લિમો દિલ્હી કામ શોધવા તથા પોતાના સગા-વહાલાને મળવા જતાં વલ્લભનગર રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનનો ઉપયોગ કરતા હતા પણ હાલ તેઓ આ ટ્રેનમાં મુસાફરી કરતા પણ ડરે છે.
જુનૈદના પિતાએ જણાવ્યું કે મારા પુત્રએ માથે ટોપી અમારો પરંપરાગત કુરતો અને દાઢી રાખી હતી માટે તેની પર નિશાન સાધવામાં આવ્યું હતું. શા માટે આખા ડિપાર્ટમેન્ટમાંથી માત્ર મારા જ પુત્ર પર હુમલો કરવામાં આવ્યો કારણ કે તેણે ટોપી પહેરી હતી ? દાઢી હતી ? એ દિવસથી આ જ દિવસ સુધી આ ટ્રેનમાં મુસાફરી કરતાં પણ લોકો ડરે છે.
જુનૈદના ઘરમાં તેમની માતા તથા બહેનનો તો આજે પણ વિશ્વાસ થતો નથી કે તેમના ઘરના લાડકા પુત્ર હવે તેમની વચ્ચે નથી. જુનૈદની માતા સાયરા તો હજી પણ તેની રાહ જોતા કહે છે કે જુનૈદ મેરા માસૂમ બચ્ચા ક્યો ચલા ગયા તું.
હરિયાણા રેલવે ડિપાર્ટમેન્ટના અધિકારીએ જુનૈદની તમામ વિગતો તથા ડોક્યુમેન્ટસ મંગાવી કોર્ટ સમક્ષ રજૂ કર્યા તથા વળતર મેળવવા ફોર્મ પણ ભરવામાં આવ્યું છે. મલિકે જણાવ્યું કે તમામ ડોક્યુમેન્ટ કોર્ટમાં જજ સાહેબ પાસે પહોંચાડવામાં આવ્યા છે. હવે વધુ તપાસ બાદ નિર્ણય આવશે.
રેલવે સુરક્ષાના કાયદા મુજબ આકસ્મિત મૃત્યુ થવા બદલ રૂા.૪ લાખનું વળતર આપવામાં આવે છે, જ્યારે હાથની આંગળી કપાઈ જતાં ૮૦,૦૦૦ વળતર ચૂકવવામાં આવે છે પરંતુ અત્યારસુધી જુનૈદના મૃત્યુ બાદ સરકાર તરફથી કોઈ વળતર આપવાની વાત થઈ નથી.
જુનૈદના ભાઈને તસલ્લી ન થતાં ઘટનાસ્થળે પહોંચી તેના ભાઈનું ખૂનથી લથબથ શર્ટ શોધી કાઢ્યું, જે સૂકાઈ ગયું હતું. પરંતુ એ શર્ટ જુનૈદનું નહીં સાકિરનું હતું એ ઉગ્ર ટોળાએ અમારા ઘણા સાથી મિત્રોને ઢોરમાર મારી અમારા ધર્મને ગાળો આપી.