(એજન્સી) તા.૧૩
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને જ્યારે પોતાના સાથી જજો તરફથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમને નેપાળમાં એક સાથી મળી ગયા છે, શુક્રવારે મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને નિશાન બનાવતી ચાર વરિષ્ઠત્તમ જજોની પત્રકાર પરિષદ જેમ દેશની પ્રથમ ઘટના છે તેમ નેપાળમાં પણ બે દિવસ પૂર્વે જ્યારે સુપ્રીમકોર્ટે પોતાના જ ચીફ જસ્ટિસ ગોપાલપ્રસાદ પારાજુલી વિરુદ્ધ તપાસનો આદેશ કર્યો ત્યારે નેપાળમાં પણ આઘાત વ્યાપી ગયો હતો. મિશ્રા જ્યારે પોતાના સાથી જજ તરફથી પોતાની પસંદગીની બેંચને કામની ફાળવણી અને સુપ્રીમકોર્ટના એકંદર વહીવટને લઇને આરોપોનો સામનો કરી રહ્યા છે. ત્યારે પણ પોતાના નાગરિકત્વ અને જન્મતારીખને લઇને વિવાદના વમળમાં ફસાયા છે. બુધવારે ન્યાયમૂર્તિ પુરુષોત્તમ ભંડારી અને નેપાળ સુપ્રીમકોર્ટના બામકુમાર શ્રેષ્ઠની બનેલી બેંચે જસ્ટિસ પારાજુલાના નાગરિકત્વના દસ્તાવેજો અને શૈક્ષણિક પ્રમાણપત્રોની અધિકૃતતા તપાસવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશ કર્મશીલ ડો.ગોવિંદ કેસી વિરુદ્ધ અદાલતની અવમાનનાના કેસ દરમિયાન આ આદેશ કરવામાં આવ્યો હતો. ડો.ગોવિંદ કેસીએ એવો આક્ષેપ કર્યો હતો કે ન્યાયમૂર્તિ પારાજુલી ભ્રષ્ટાચારી છે. નેપાળ મીડિયાએ એવો અહેવાલ રજૂ કર્યો હતો કે પારાજુલીએ સુપ્રીમકોર્ટના સ્ટાફને કર્મશીલ વિરુદ્ધ અદાલતની અવમાનનો કેસ દાખલ કરવા સૂચના આપી હતી કે જેમણે તબીબી શિક્ષણને લગતા સુપ્રીમકોર્ટના વિવાદાસ્પદ ચુકાદાઓની ટીકા કરી હતી. અદાલતે કર્મશીલનો છોડી મૂકવા આદેશ કર્યો હતો.
આ ઉપરાંત પારાજુલી પર છેતરપિંડી કરીને નાગરિકત્વના બે કાર્ડ ધરાવવાનો પણ આરોપ છે.પારાજુલીએ પોતાના નાગરિકત્વના બીજા કાર્ડમાં પોતાની જન્મતારીખ બદલી હતી કે જેથી તેઓ ચીફ જસ્ટિસ બની શકે. સંખ્યાબંધ સિનિયર જજોએ નેપાળના ચીફ જસ્ટિસ વિરુદ્ધ તપાસના આદેશની તરફેણ કરી છે અને ન્યાયવિદોના એક વર્ગે એવી માગણી કરી છે કે જસ્ટિસ પારાજુલીએ હોદ્દા પરથી રાજીનામું આપવું જોઇએ.