(એજન્સી) તા.૩
અયોધ્યા કેસમાં સુપ્રીમકોર્ટના ચુકાદા પર સુપ્રીમકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ એ.કે.ગાંગુલીએ ફરીથી સવાલ ઉઠાવ્યા છે. સોમવારે જસ્ટિસ ગાંગુલીએ કહ્યું કે, તે અયોધ્યા કેસમાં સુપ્રીમકોર્ટના ચુકાદાથી સ્તબ્ધ રહી ગયા હતા. તેમણે કહ્યું કે, સુપ્રીમકોર્ટનો ચુકાદો તર્કો અનુરૂપ નથી. આ દરમિયાન તેમણે વર્તમાન સરકારમાં મુસલમાનોની સ્થિતિને લઈને પણ ટિપ્પણી કરી અને કહ્યું કે અંગ્રેજોએ મુસલમાનોના હકની સુરક્ષા વર્તમાન સરકારથી સારી રીતે કરી હતી. નવી દિલ્હી સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં ‘ધ કોન્સિકવેન્સેજ ઓફ ધ અયોધ્યા જજમેન્ટ ઓફ સુપ્રીમકોર્ટ’ નામથી આયોજિત એક સંગોષ્ઠિમાં જસ્ટિસ ગાંગુલીએ ચુકાદાના સંદર્ભમાં ઘણા સવાલ ઊભા કર્યા. અંગ્રેજી અખબાર ‘ધ ટેલિગ્રાફ’ અનુસાર તેમણે કહ્યું, જજ રૂપે મેં મારા ૧૮ વર્ષના શ્રેષ્ઠ કેરિયરમાં કયારેય પણ નથી સાંભળ્યું કે, ચુકાદો આપ્યા પછી પણ કંઈક જોડવામાં આવ્યું હોય, મારી પહેલી પ્રતિક્રિયા માત્ર એક વાક્યમાં એ છે કે, ચુકાદાનો નિષ્કર્ષ તર્ક સંગત નથી બલ્કે આ પારસ્પારિક રૂપે વિનાશકારી છે. આ દરમિયાન જસ્ટિસ ગાંગુલીએ કહ્યું ૧૯૩૪માં સાંપ્રદાયિક ગરબડ થઈ હતી. મસ્જિદને નુકસાન પહોંચાડવામાં આવ્યું ત્યારે એ જ બ્રિટિશ સરકાર દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવેલ હતું અને હિન્દુઓ પર દંડ કરવામાં આવ્યો હતો. મને લાગે છે કે, આપણા કોલોનિયલ માસ્ટર્સ (અંગ્રેજી શાસન)એ આજની બંધારણીય રૂપે રચેલ સરકાર જેના પાયામાં ધર્મનિરપેક્ષતા છે. તેની તુલનામાં લઘુમતીઓના અધિકારોની યોગ્ય રીતે સુરક્ષા કરવામાં આવી હતી. તેમણે એ પણ કહ્યું હિન્દુ દ્વારા મૂર્તિ બંધારણ અપનાવ્યાના એક મહિના પછી મસ્જિદમાં રાખવામાં આવી હતી. પોતાના સંબોધનમાં જસ્ટિસ ગાંગુલીએ કહ્યું કે, હિન્દુઓએ હંમેશા ગેરકાયદે રૂપે વિવાદિત સવાલ ઉઠાવતા પૂછયું, શું મસ્જિદને શહીદ કરવી હિન્દુઓનો એક યોગ્ય અધિકાર છે ?