(એજન્સી) દેહરાદૂન, તા.૪
વધુ એક વિવાદાસ્પદ નિવેદનમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ માર્કડેય કાત્જુએ દેહરાદૂનમાં એક કાર્યક્રમ દરમિયાન રામને ભગવાન માનવાથી ઈન્કાર કરી દીધો. સાથે જ તેમણે ગાયને “માં” કહેવા પર પણ વાંધો દર્શાવ્યો છે. માર્કડેય કાત્જુએ જણાવ્યું કે, રામ એક ભગવાન નથી, પરંતુ સામાન્ય માણસ હતા. માં તરીકે ગાય પર વાંધો વ્યક્ત કરતા કાત્જુએ જણાવ્યું કે, ગાય પણ ઘોડા અને કૂતરાની જેમ એક પ્રાણી છે. જે લોકો ગાયને માતા કહે છે. તેમના માથામાં ગોબર ભર્યું છે. જસ્ટિસ માર્કડેય કાત્જુ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (પીસીઆઈ)ના પૂર્વ અધ્યક્ષ છે. પીસીઆઈના અધ્યક્ષ તરીકે પોતાની નિમણૂક પહેલાં તેમણે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે કાર્ય કર્યું. સુપ્રીમ કોર્ટના નયાયાધીશ તરીકે નિયુક્ત થયા પહેલાં તેમણે દિલ્હી અને મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્ય કર્યું હતું. રામ મંદિર મુદ્દાને આગામી લોકસભા ચૂંટણીમાં વોટ માટે એક નાટકીય ગણાવતા કાત્જુએ જણાવ્યું કે, રામ મંદિર કોઈ મુદ્દો નથી. જો કે, લોકો માત્ર વ્યાકૂળ થઈ રહ્યા છે.