વઢવાણ, તા.૧૬
લીંબડી તાલુકા અને ચુડા બે વ્યક્તિની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. લીંબડીના ઊંટડી ગામે જૂથ અથડામણમાં ઘાયલ થયેલા યુવાનને સારવાર માટે દવાખાને લઈ જવાયા બાદ જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજતા ડી.વાય.એસ.પી.પોલીસ કાફલા સાથે ઊંટડી ગામે પહોંચી ગામની સ્થિતિ નિયંત્રણકરવા પોલીસ તૈનાત કરી દેવામાં આવેલ છે. આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
જાણવા મળેલ વિગતો અનુસાર લીંબડી તાલુકાના ઊંટડી ગામે સર્જાયેલ જૂથ અથડામણમાં ઘાયલ થયેલા અંજુભાઈ રાવળદેવને સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમ્યાન મોત નિપજેલ હતું. જૂથ અથડામણમાં અંજુભાઈ રાવલદેવના મોત બાદ ગામમાં સ્થિતિ જાળવવા માટે ડીવાયએસપી પી.જી. જાડેજા સહિત પોલીસ સ્ટાફ લીંબડીના ઊંટડીગામે પહોંચ્યા છે. સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.