જેમનો ઘર નથી તેવા શ્રમિકો પૈકીના ઘણા ફૂટપાથ પર જીવન ગુજારી લે છે જ્યારે લોકોએ તળાવો પૂરી ઘર અને સોસાયટી બનાવી નાખતા પોતાના માટે આશ્રય સ્થાનો શોધવા દૂર-દૂરથી આવતા પક્ષીઓ જ્યાં યોગ્ય જગ્યા મળે ત્યાં પોતાનું ટૂંક સમયનું આશ્રય સ્થાન બનાવી લેતા હોય છે પછી ફૂટપાથ પર દબાણ થતાં શ્રમિકને આશ્રય સ્થાન બદલવું પડે તેમ આવી ખાલી જગ્યાઓમાં કાયદેસર કે ગેરકાયદેસર બાંધકામ થાય અને તળાવ પૂરાઈ જાય ત્યારે પક્ષીઓ પણ પોતાનું આશ્રય સ્થાન બદલી  લેતા હોય છે. તસવીરમાં અમદાવાદના શાહવાડી પાસે ભરાયેલા પાણીમાં ફ્લેમીંગો સહિતના પક્ષીઓ જીવન-યાપનની પ્રવૃત્તિઓ કરતા આનંદિત દૃશ્યમાન થાય છે. ખબર નથી ક્યારે ઉડી બીજે જવું પડે. હાલ તો એમને માટે જ્યાં જળ ત્યાં સ્થળ.