ચેન્નાઈ, તા.ર૮
ગત વર્ષ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ પહેલાં ધોની ઈજાગ્રસ્ત થઈ ગયો અને એવું લાગતું હતું કે, તે નહીં રમી શકે પણ તાત્કાલિન કપ્તાનની પ્રતિબદ્ધતા તો જુવોના ફક્ત તે રમ્યો પણ મેચમાં વિજય પણ મેળવ્યો આ ખુલાસો રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ એમ.એસ.કે પ્રસાદે કર્યું પ્રસાદે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, ત્યાં સુધી કે તેના સ્થાને પાર્થિવ પટેલને તૈયાર રાખવામાં આવ્યો હતો પણ ધોનીએ તેમને કહ્યું તેઓ ચિંતા ન કરે કારણ કે જો મારો એક પગ તૂટી પણ જશે તો પણ હું પાકિસ્તાન સામે રમીશ. પ્રસાદે ગઈકાલે તામિલનાડુ ખેલ પત્રકાર સંઘના વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહ દરમ્યાન ફેબ્રુઆરી-ર૦૧૬માં ઢાલમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં ધોનીના સમર્પણ અને પ્રતિબદ્ધતાનો ખ્યાલ આવે છે.