(એજન્સી) વોશિંગ્ટન, તા.૧
અમેરિકાના ૪૧માં પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબ્લ્યુ બુશનું ૯૪ વર્ષની વયે હ્યુસ્ટન ખાતે વહેલી સવારે ૧૦.૪૦ કલાકે અવસાન થયું છે. તેમ તેમની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું છે. તેઓ તેમના પુરોગામી કરતાં વધુ જીવ્યા. તેમના પુત્ર અને પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશે કહ્યું કે, અમારા પિતા મૃત્યુ પામ્યા છે. મેકે ગ્રેથે એક નિવેદનમાં કહ્યું કે, બુશને હ્યુસ્ટનની મેથોડિસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. તેઓ પાર્કિસનના રોગથી પીડાતા હતા. તેઓ ૧૯૮૯થી ૧૯૯૩ સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા હતા. તે પહેલાં તેઓ રોનાલ્ડ રેગનના રાજમાં ઉપરાષ્ટ્રપતિ હતા. તેમના પત્ની બારબરા બુશ ૯ર વર્ષની વયે ૧૭ એપ્રિલના રોજ મૃત્યુ પામ્યા હતા. સોવિયેત સંઘના પતન સમયે બુશ રાષ્ટ્રપતિ પદે હતા. ૧૯૯૧માં ઈરાક પર યુદ્ધ માટે તેમણે ગઠબંધન દળો બનાવ્યા હતા.

જ્યોર્જ એચડબ્લ્યુ બુશ, રાજકીય વારસાનું સુકાન સંભાળનાર એક ટર્મના રાષ્ટ્રપતિ

(એજન્સી) વોશિંગ્ટન, તા.૧
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ એચ.ડબ્લ્યુ બુશનું ૯૪ વર્ષની વયે નિધન થયું તેઓ એક ઉચ્ચ કક્ષાના યુદ્ધવાહક નેતૃત્વ ધરાવતા હતા. તેઓએ અમેરિકાને કોલ્ડવોરમાંથી બહાર પાઢ્યું હતું. જેના પરિણામે તેમના પુત્રએ વારસામાં વ્હાઈટહાઉસ પર કબજો કર્યો હતો. અમેરિકાના ૪૧માં પ્રમુખ બુશે ૧૯૮૯માં સોવિયેત સંઘના પતન બાદ વાસ્તવિક વિદેશનીતિ બનાવી હતી. તેમણે ૧૯૮૯માં ઈરાકના તાનાશાહ સદ્દામ હુસેનને પરાજિત કરવા ગઠબંધન દળો બનાવ્યા હતા. પરંતુ દેશમાં આર્થિક મંદીને જોતા તેમને અમેરિકનોએ બીજીવાર પ્રમુખ પદ માટે તક આપી ન હતી અને તેમનો પરાજય થયો હતો. દિવંગત બુશ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આલોચક હતા. ટ્રમ્પને તેમણે વોટ આપ્યો ન હતો. તેમણે દેશની આર્થિક સ્થિતિ સુધારવા નવા ટેક્ષ નાખ્યા હતા. તેમના પુત્ર અને પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશે તેમના પિતાને શ્રેષ્ઠ પિતા બતાવ્યા હતા. ૭૩ વર્ષ સુધી તેમનું લગ્ન જીવન ટક્યું હતું. બુશનો જન્મ ૧ર જૂન-૧૯ર૪ના રોજ મિલ્ટનમાં થયો હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેઓ પ૮ કોમ્બેટ જાપાનની મિસાઈલે ફૂંકી માર્યું હતું. તેઓ પેરેશૂટથી બહાર નીકળી જઈ બચી ગયા હતા. બુશે ૧૯૪પમાં બારબરા સાથે લગ્ન કર્યા હતા. તેમને છ બાળકો હતા. રોબીન નામનો બાળક બચપનમાં ગુજરી ગયો હતો. તેઓ ઓઈલના ધંધામાં જોડાયા હતા. ૧૯૬૦માં ધનિક બુશ રાજકારણી બન્યા હતા. તેઓ રોનાલ્ડ રેગન શાસનમાં ઉપરાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ બન્યા. ઈરાકે કુવૈત પર ચડાઈ કરતાં બુશે ૩ર દેશોના સૈન્યનું ગઠબંધન બનાવી સદ્દામને પરાજિત કર્યા હતા. બુશ દ્વારા ર૦૦૪માં એશિયામાં સુનામી પીડિતો માટે ર૦૧૦માં હેઈની ભૂકંપ પીડિતો માટે ફંડ એકત્રિત કર્યું હતું. તેમને ઓબામાએ દેશના સર્વોચ્ચ નાગરિકના ખિતાબથી નવાજ્યા હતા. પુત્રને રાષ્ટ્રપતિ બનતા જોવાનો તેમને જ્હોન આદમ બાદ મોકો મળ્યો હતો.