(એજન્સી) બેથલેહેમ, તા.ર૭
ઈઝરાયેલી રાજકારણીઓ આ અઠવાડિયામાં બે પગલાંઓ શરૂ કરવા વિચારણા કરી રહ્યા છે જેથી કબજો ધરાવનારાઓ વિરૂદ્ધ કાર્ય કરતા સંગઠનોના અવાજને દબાવી શકાય. આમાંના એક પગલાં દ્વારા આ પ્રકારના સંગઠનોને જે ભંડોળ મળી રહ્યું છે એની તપાસ કરવાનું આયોજન કરાયું છે. એ સાથે એ પ્રકારના સંગઠનોને કાયદાકીય જોગવાઈ હેઠળ બંધ કરાવવાનું વિચારી રહ્યા છે. જે સંગઠન આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ ઈઝરાયેલી સૈનિકો સાથે જે કાર્યવાહી થઈ છે એ માટે કાર્ય કરે છે.
આ પ્રકારના સંગઠનોનો અવાજ દબાવવાનો ઉદ્દેશ્ય છે. જે છૂપી રીતે ઈઝરાયેલી સૈનિકોની માહિતી જાહેર કરી રહ્યા છે. જે સૈનિકો પેલેસ્ટીન ઉપર કબજા સાથે સંકળાયેલ છે. ગ્રુપને મળતા ભંડોળ સામે તપાસો શરૂ કરાઈ છે. જેથી ગ્રુપની ગતિવિધિઓને રોકી શકાય અને બીજું ઈઝરાયેલી વસાહતીઓના સમર્થકોને કહેવામાં આવી રહ્યું છે કે, ઘૂસણખોરી કરી સ્ટાફને ધમકીઓ આપે. અન્ય ગ્રુપોને પણ આ કામગીરી સાથે જોડવામાં આવ્યા છે. જેમાં ઈઝરાયેલી અધિકાર ગ્રુપ હમોકડ અને બી તસલીમ છે. હાલમાં બહાર પડાયેલ રિપોર્ટમાં જણાવાયું હતું કે, ઈઝરાયેલની કસ્ટડી હેઠળ રહેલ સગીરોને યાતનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રિપોર્ટમાં ૬૦ સોગંદનામાઓ સામેલ છે. જે પેલેસ્ટીની સગીરોની ધરપકડ ર૦૧પના મે મહિનામાં અને ર૦૧૬ના ઓક્ટોબર મહિનામાં કરાઈ હતી. સોગંદનામાઓમાં ઈઝરાયેલી દમનનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વાણી સ્વતંત્રતાને અવરોધવા માટે આ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. બી તસલીમના ડાયરેક્ટરે કહ્યું કે, ર૦૧૧ના વર્ષથી આ પ્રક્રિયામાં વધારો થઈ રહ્યો છે. જેથી પેલેસ્ટીનના નાગરિકો માટેની જગ્યા ઘટતી જાય છે. એમનો ઉદ્દેશ્ય છે કે, કબજા ધારકોનો વિરોધ કરવામાં આવે.