(એજન્સી) કાબુલ, તા.૩૧
ગૃહયુદ્ધની આગમાં ભડકે બળી રહેલ અફઘાનિસ્તાનમાં વધુ એક આત્મઘાતી હુમલો થયો છે. ગઈકાલે કાબુલના દૂતાવાસ નજીક મોટરસાઈકલમાં આત્મઘાતી હુમલો થતા ત્રણના મોત જ્યારે ૧પ ઘાયલ થયા હતા. અફઘાનની રાજધાની ગણાતા ગ્રીન ઝોનને નિશાન બનાવતો આ પ્રથમ હુમલો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આત્મઘાતી હુમલાખોરે કાબુલ સ્થિત ઓસ્ટ્રેલિયાના દૂતાવાસ નજીક કાબુલ ગ્રીન ઝોનની અંદર પોતાને ફૂંકી માર્યો હતો. આ ભીષણ બ્લાસ્ટ બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. હાલ, કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. અફઘાનિસ્તાનના રક્ષામંત્રાલય મુજબ આ આત્મઘાતી હુમલો તેની ઓફિસની નજીક થયો હતો પરંતુ તેની ઓફિસને નિશાન બનાવવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં આતંકવાદી સતત રાજકીય વિસ્તારો અને દરગાહોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.અગાઉ ર૦ ઓક્ટોબરના આતંકવાદીઓને કાબુલ સ્થિત ઈમામ જમા મસ્જીદને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં લગભગ ૩૦નાં મોત નિપજ્યા હતા.