મોસ્કો,તા. ૧૫
રશિયામાં શરૂ થયેલા ફીફા વર્લ્ડ કપની પ્રથમ મેચમાં યજમાન રશિયાએ સાઉદી અરેબિયા પર ૫-૦થી જીત મેળવીને ડ્રીમ શરૂઆત કરી હતી. આ જીત બાદ યજમાન રશિયાના કરોડો ફુટબોલ ચાહકોમાં નવી આશા જાગી છે. ચાહકો માનવા લાગી ગયા છે કે રશિયા શાનદાર દેખાવ મારફતે તમામ ટીમોને ભારે પડનાર છે. આશરે ૮૦૦૦૦ ચાહકોની હાજરીમાં આ મેચ રમાઇ હતી. રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન પણ હાજર રહ્યા હતા. લુજનિકી સ્ટેડિયમ ખાતે આ મેચ રમાઇ હતી. રશિયા તરફથી પ્રથમ હાફમાં બે અને બીજા હાફમાં ત્રણ ગોલ કરવામાં આવ્યા હતા. યજમાન ટીમ તરફથી ડેનિસ ચેરિશેવે ે ગોલ કર્યા હતા. ઇજિપ્ત ૧૯૯૦ બાદ પ્રથમ વખત ૨૮ વર્ષ પછી વર્લ્ડકપમાં રમનાર છે જ્યારે મોરોક્કો ૧૯૯૮ બાદ પ્રથમ વખત રમશે. પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું છે. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે. જે ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ઇટાલી નિષ્ફળ છે.