અમરેલી,તા.૨૬
અમરેલી ભાજપ શાસિત પાલિકાના નિર્ભર અધિકારીઓ અને પદાધિકારીઓના કારણે શહેરમાં છેલ્લા બેક મહિનાથી શહેરની નર્કાગાર સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે પાલિકા શાસકો સામે જનાક્રોશ જોવા મળેલ છે. પ્રજાની રજૂઆતો અને સમસ્યાને વારંવાર પાલિકા શાસકો સામે લડત ચલાવતા કોંગ્રેસના યુવા સદસ્ય સંદીપ ધાનાણી દ્વારા આજે નિર્ભર તંત્રની આંખ ઉઘાડવા વોર્ડ નંબર ૧૦માં ઢોલ નગારા વગાડી જાતેજ કચરો ભરવા નીકળી પડ્યા હતા અને એક કલાકમાં એક ટ્રેકટર જેટલો કચરો એકઠો થઇ જતા પાલિકા કચેરી સામે વિરોધ કરી ઠાલવવા જતા પોલીસે કોંગ્રેસના સદસ્યોને કચરો ઠાલવવા ના દેતા પોલીસે ટ્રેકટર પાલિકા કચેરી અંદર જવા રોકતા કોંગ્રસના સદસ્ય ધાનાણીએ પોલીસ પર ભાજપના ઇશારે કામ કરતી હોવાના આક્ષેપ પણ કર્યા હતા.
અમરેલી શહેરમાં છેલ્લા બે મહિનાથી શહેર ભરમાં સફાઈ તેમજ ડોર ટુ ડોર કચરો ભરવાની કામગીરીમાં ભાજપ શાસિત પાલિકા દ્વારા લોલંલોલ કામગીરી થઇ રહી હોઈ છતાં દર મહિને ૨૦ લાખના બીલો પાસ કરી ભ્રષ્ટચાર કરી રહયા હોઈ શહેરના લોકો દ્વારા વારંવાર સફાઈ તેમજ ઘન કચરો ભરવા ડોર ટુ ડોર આવતા વાહન અનિયમિત હોઈ અને જેના કારણે શહેરના દરેક વોર્ડમાં ઘન કચરો, તેમજ રોડ રસ્તા ઉપરનો કચરાનો નિકાલ ના થતા શહેરની હાલત નરકાગર થયેલ છે. નાગરિકો આ બાબતે વારંવાર ફરિયાદો કરેલ હોવા છતાં કોઈ કામગીરી ના થતા તેઓમાં પણ ભાજપ શાસિત પાલિકાના શાશકો સામે જનાક્રોશ જોવા મળેલ હતો દરમ્યાન પ્રજાની સમસ્યાને વારંવાર લડત દ્વારા ન્યાય આપવાની કોશિશ કરનાર કોંગ્રેસના સદસ્ય સંદીપ ધાનાણીએ આજે પોતાનાજ વોર્ડમાં ઢોલ નગારા વગાડી કચરો એકઠો કરવા નીકળી પડ્યા હતા અને એક કલાકમાં એક ટ્રેકટર ભરાઈ ગયું હતું તે કચરાનું ટ્રેકટર લઇ પાલિકા કચેરીએ ઠાલવવા જતા નગરપાલિકાના દરવાજેથીજ પોલીસે અટકાવી દીધા હતા અને અંદર ટ્રેક્ટર લઇ જવા દીધેલ ના હતું. પોલીસ દ્વારા કોંગ્રસના સદસ્યોને અટકાવતા સંદીપ ધાનાણીએ પોલીસ પણ ભાજપના ઇશારે કામ કરતી હોઈ તેવા આક્ષેપ પણ કરેલ હતા, નગરપાલિકાને હેડ ક્લાર્ક દેસાઈનો કોંગ્રેસના સદસ્યોએ ઉધડો લઇ લીધો હતો અને શહેરની જનતાના સફાઈના કામ બાબતે કામગીરી કરવા જણાવાયું હતું. દેસાઈએ કહેલ કે સફાઈ બાબતે ફરિયાદો આવે છે. તેનો નિકાલ પણ કરવામાં આવે છે. તેવો ખોટો ઉડાવ જવાબ આપી બચાઉ કર્યો હતો.