અમરેલી, તા.૩
જામનગરના બ્રહ્મ સમાજના યુવા વકીલની સરા જાહેર છરી જેવા તીક્ષણ હથિયારથી હત્યા કરવાની ઘટનામાં સમગ્ર સૌરાષ્ટ્રના બ્રહ્મ સમાજમાં રોસની લાગણી ફેલાઈ છે ત્યારે અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા આજે કલેક્ટરને રોષ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને સરા જાહેર હત્યા કરનાર આરોપીઓને તુરંત પકડી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી અને આરોપી નહિ પકડાઈ તો ગાંધી ચીંધ્યાં માર્ગે ચાલવા ચીમકી આપી હતી.
જામનગરના યુવા વકીલ અને બ્રહ્મ સમાજના કિરીટભાઈ જોશીની ગત તા.૨૮/૪/૨૦૧૮ ના સરા જાહેર તીક્ષણ છરી વડે તેમની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી તેના સીસીટીવીના ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા અને સમાચારમાં પ્રસિદ્ધ થતા સમગ્ર સૌરાષ્ટ્રના બ્રહ્મ સમાજમાં આક્રોશ અને રોષ જોવા મળ્યો હતો આ અંગે અમરેલી જિલ્લાના બ્રહ્મ સમાજમાં પણ રોષ જોવા મળ્યો હતો. જેથી આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના બ્રહ્મ સમાજે આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ હત્યાથી સાબિત થાય છે કે સમાજમાં ગુંડાગીરીનો માહોલ છે અને કોઈ સલામત નથી જેથી જામનગરના વકીલના હત્યારાઓને તુરંત ઝડપી તેમની સામે કડક કાયદાકીય રીતે સજા કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જો સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો ભવિષ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવાની ચીમીકી પણ આપેલ હતી.