(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા. ર૭
અમરેલીના ચિતલમાં એક બાર વર્ષની બાળા ચાલીને રોડ ઉપર જતી હતી ત્યારે આજ ગામના પિન્ટુ ભીખાવાળા નામના યુવાને બાળાનું બાવડુ પકડી પરાણે પ્રેમ કરવાની માગણી કરતાં દેકારો મચી ગયેલ હતો. બાળાની માતાએ પોતાની માસૂમ બાળાનો હાથ છોડી દેવાનું કહેતાં ઉશ્કેરાયેલા પિન્ટુ તેમજ તેમની સાથેના નરસી ભીખાવાળા, વિપુલ ઉર્ફે ડુચો ભલાવાળા સહિત ત્રણેય શખ્સોએ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપતાં બાળાની માતાએ ત્રણેય યુવાનો સામે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઈ.ે જી.પી. જાડેજાએ તપાસ હાથ ધરેલ છે.