(એજન્સી) મુંબઈ, તા.૧
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શ્રેષ્ઠ કોમેડિયન અને સ્ક્રીપ્ટ રાઈટર કાદરખાનનું કેનેડામાં લાંબાી માંદગીને કારણે ૮૧ વર્ષની વયે અવાસન થયું છે. તેમની અંતિમવિધિ ટોરેન્ટો કબ્રસ્તાનમાં કરવામાં આવશે. પીઢ અભિનેતા કાદરખાન લાંબા સમયથી પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી ડિસઓર્ડર નામની ગંભીર બિમારીમાં સપડાયેલા હતા. ડોક્ટોરોએ તેમને વેન્ટિલેટર પર મૂક્યા હતા. પારિવારિક સૂત્રોએ તેમના અવસાનની પુષ્ટિ કરી હતી. એક તરફ દુનિયાભરમાં નવા વર્ષના આગમનની હર્ષોલ્લાસ છવાયો છે ત્યારે કાદરખાનના અવસાનની ખબરથી બોલિવૂડ જગત અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ૮૧ વર્ષીય ખાન પરિવારમાં પત્ની હાજરા, પુત્ર સરફરાઝ, વહુ અને પૌત્રોને વિલાપ કરતા મૂકી ગયા છે. કાદરખાનના પુત્ર સરફરાઝે પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર ડિસઓર્ડરને કારણે મગજ સંચાલિત પ્રવૃત્તિઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરોએ ખાનને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાંં બાઈપેપ વેન્ટિલર પર મૂક્યા હતા સાથે ન્યોમોનિયાના લક્ષણો પણ જોવા મળ્યા હોવાનું જણાવ્યું હતું. ગત વર્ષ ઘૂંટણોની સર્જરી થયા પછીથી કાદરખાનનું આરોગ્ય સતત કળથતું હતું. અને તેમને પીએસપી પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી અસામાન્ય મસ્તિષ્ક વિકારનો રોગ લાગુ પડ્યો હતો જેને આ બોલવા, જોવા, સાંભળવામાં અને વિચારવાની ક્ષમતા ઘટી અથવા ખત્મ થઈ જાય છે એન હતાશાનો શિકાર થવાની સંભાવના વધી જાય છે.