(એજન્સી) તા.૧૬
એમનું નામ જ કફીલ અહમદખાન છે તો પછી એમને કટ્ટરવાદી હિન્દુત્વની ધર્માંધતા ધરાવતા લોકો કઈ રીતે હીરો બનવા દે ? ગોરખપુરના બીઆરડી હોસ્પિટલમાં બાળકોને બચાવવા માટે પોતાના ખર્ચે ઓક્સિજન સિલિન્ડરોની ગોઠવણ કરી ડૉક્ટર કફીલ અહમદ ૧૦મી ઓગસ્ટે હીરોના રૂપમાં સામે આવ્યા હતા. બાળકોના માતા-પિતાથી લઈ બીએસએફે પણ એમના વખાણ કર્યા હતા પણ એવું જણાય છે કે, યોગીની સરકારને આથી કોઈ ફેર પડયો ન હતો. સરકારે હોસ્પિટલના બાળકોના વોર્ડના વડા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.કફીલ અહમદને હોદ્દા ઉપરથી દૂર કરી દીધા. ડૉ.અહમદે સિલિન્ડરોની ગોઠવણ કરવા માટે ઘણી મહેનત કરી હતી જે બાળકોને એ બચાવી નહીં શકયા. એમના માટે અહમદ રડી પડ્યા હતા. ડૉ.અહમદ ઉપર આક્ષેપો મૂકાયા હતા કે એમની પોતાની ખાનગી હોસ્પિટલમાંથી સિલિન્ડરોની વ્યવસ્થા કરી હતી. મેડિકલ એજ્યુકેશનના ડી.જી.કે. કે.કે.ગુપ્તાએ જણાવ્યું. ડૉ.કફીલ અહમદની ભૂમિકા તપાસ હેઠળ છે કે એમણે ઓક્સિજન સિલિન્ડરો કઈ રીતે મેળવ્યા હતા. ડીજીએ અહમદની ખાનગી પ્રેક્ટિસ તરફ પણ ઈશારો કર્યો છે. એસએસબી જો કે મામલાના અન્ય પાસાને રજૂ કરે છે. એમના અધિકારીએ જણાવ્યું કે ૧૦મી ઓગસ્ટની રાત્રે જ ઘટના બીઆરડી હોસ્પિટલમાં બની એ અભૂતપૂર્વ હતી. ડૉ.અહમદે એસએસબીના આઈજીને એક ટ્રકની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જેનાથી જુદા જુદા સ્થળોએથી ઓક્સિજન સિલિન્ડરો ભેગા કરી શકાય અને હોસ્પિટલમાં લાવી શકાય. આના માટે ડીઆઈજીએ મેડિકલ વિંગના ૧૧ જવાનોને પણ મદદ માટે મોકલ્યા હતા. કલાકો સુધી ટ્રક દ્વારા જુદા જુદા સ્થળોથી સિલિન્ડરો ભેગા કરાયા હતા. ખલીલાબાદના એક ગોડાઉનમાંથી પણ સિલિન્ડરો લવાયા હતા. ન્યૂઝની તપાસમાં ડૉ.કફીલ અહમદ ઉપર બળાત્કારનો મૂકાયેલ આક્ષેપ પણ ખોટો હોવાનું જણાયું છે. આ આક્ષેપ ર૦૧પમાં મૂકાયો હતો. પોલીસે આ ઘટના સંદર્ભે એક રિપોર્ટ પણ દાખલ કર્યો હતો. સમાચાર સંસ્થાએ જણાવ્યું છે કે ડૉ.અહમદની ઓક્સિજનની ખરીદીમાં પણ કોઈ ભૂમિકા નથી. આ બધી બાબતો જોતા પ્રશ્ન એ થાય છે કે સરકારે ડૉ.કફીલ અહમદ સામે આ કાર્યવાહી કેમ કરી ? શું આ ઘટનાથી ધ્યાન વાળવા માટે આ કાર્ય કરાયું હતું.