નવી દિલ્હી, તા. ૧૬
શનિવારે રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદ ગ્રહણ કર્યું ત્યારે ૧૯ વર્ષથી પાર્ટીની કમાન સંભાળી રહેલા સોનિયા ગાંધીએ ભાવુક ભાષણ આપ્યું હતું. ૭૧ વર્ષના સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આજે હું અંતિમવાર સંબોધન કરી રહી છું. હવે તમારી સામે નવી નેતાગીરી છે. પરંતુ તેમનું ભાષણ શરૂ થતા જ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આતશબાજી કરાતા તેમણે પોતાના ભાષણને રોકી દેવું પડ્યું હતું. ભવ્ય સન્માનને જોઇ તેમણે કહ્યું કે, અત્યારે હું કાંઇ બોલી શકું તેમ નથી જ્યાં સુધી આ આતશબાજી બંધનહીં થાય.પાર્ટીના કાર્યકરો એટલા ઉત્સાહમાં હતા કે, તેમણે એનાઉન્સમેન્ટને પણ સાંભળી નહોતી. આખરે રાહુલ ગાંધી પોતાની માતા પાસે આવ્યા અને તેમને આશ્વસ્ત કર્યા હતા. સોનિયાગાંધીએ અપીલ કરી હતી કે, આ અવાજને કારણે મારે બરાડા પાડવા પડશે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી બીમાર ચાલતા હોવાથી જાહેર જીવનમાં ઘણા સમય પછી આવ્યા હતા. જોકે, બીજી તરફ આતશબાજી ચાલુ રહેતા તેમણે થોડી મિનિટો બાદ ફરી ભાષણ શરૂ કર્યું હતું.