દાહોદ, તા.૬
સંજેલી તાલુકાના ઢેડીયા ગામે પોતાના ઘરે એકલી રહેલ ૧૬ વર્ષીય સગીરાને તેની કાકીએ બુમ મારી પોતાના ઘરે બોલાવી ઘરમાં ધક્કો મારી બહારથી દરવાજા બંધ કરી સ્ટોપર મારી દેતા અંદર રહેલ નરાધમ યુવકે સગીરાને ધાકધમકીઓ આપી સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરી પુર્વક બળાત્કાર ગુજાર્યાનું જાણવા મળ્યુ છે. પ્રાપ્ત વિગત અનુસાર સંજેલી તાલુકાના ઢેડીયા ગામે સીમ ફળીયામાં રહેતી ૧૬ વર્ષીય સગીરાના મામાના છોકરાના લગ્ન હોઈ, લગ્નમાં હાજરી આપવા સુલીયાત ગામે ગયા હતા. અને સગીરા તે દિવસે ઘરે એકલી હતી. જેથી તેની એકલતાનો લાભ લઈ તેની પડોશમાં રહેતી રાધાબેન રતનભાઈ હરિજને ઢળતી બપોરના બે વાગ્યાના સુમારે સગીરાને બુમ મારી ઘરની બહાર બોલાવતા સગીરા ઘરની બહાર આવી હતી. તે વખતે રાધાબેન હરિજને સગીરાને તેમના ઘરમાં જારથી ધક્કો મારી પોતાના ઘરનો દરવાજા બહારથી બંધ કરી સ્ટોપર મારી દીધી હતી. તે વખતે ઘરમાં ઈરાદસર છુપાઈને બેઠેલ કડાણા તાલુકાના સરસવા ગામના નરાધમ બચુભાઈ રામાભાઈ હરિજને સગીરાને પકડી તેણીની મરજી વિરૂધ્ધ બળજબરીપુર્વક બળાત્કાર ગુજાર્યો હતો. બીજા દિવસે જ્યારે સગીરાના માતા-પિતા ઘરે પરત આવ્યા હતા. તે વખતે સગીરાએ પોતાની વીતક માવતરને સંભળાવતા માતવરના પગતળેથી જમીન ખસી ગઈ હતી. આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ પીડીત સગીરાએ સંજેલી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે સરસવા ગામના બચુભાઈ રામાભાઈ તથા ઢેડીયા ગામના રાધાબેન રતનસીંગ વિરૂધ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.