(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
શહેર- જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન થયેલ ભારે વરસાદના પગલે તાપી નદીમાં વરસાદી પાણીના આવકના પગલે ગત રાત્રે કાકરાપાર વીયર ઓવરફલો થયો હતો.
સુરત જિલ્લા ફલ્ડ કન્ટ્રોલરૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ૨૪ કલાક દરમિયાન ધીમી ધારે વરસાદ નોધાયો હતો. વરસાદી પાણીની આવકથી તાપી નદીની સપાટીમાં પણ વધારો નોધાયો છે. ઉકાઈ ડેમથી સુરતની વચ્ચે તાપી નદી ઉપર આવેલ કાકરાપાર વીયર ગત રાત્રે ઓવર ફલો થયો હતો. કાકરાપારની ભયજનક સપાટી ૧૬૦ ફૂટ છે. આજે કાકરાપાર ૧૬૦.૪૦ ફૂટે ઓવરફલો થઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં વરસાદનું તમામ પાણી તાપી નદીમાં આવશે જેથી નદીની સપાટી વધશે સુરત શહેરમાં આવેલ વિયર કમ કોઝવેની ભયજનક સપાટી ૬ મીટર છે. છેલ્લા એક સપ્તાહથી વિયર ઓવરફલો થઈ રહ્યાં છે. આજે બપોરે વિયરની સપાટી ૬.૩૩ મીટર નોંધાઇ હતી.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મધ્યપ્રદેશ અને મહારાષ્ટમાં આવેલ ગેજસ્ટેશનમાં ઝરમર વરસાદ થઈ રહ્ના છે. ઉકાઈમાં વરસાદી પાણીની આવકથી ડેમની સપાટીમાં નજીવો વધારો થઈ રહ્યાં છે. હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૪ મીટરની સામે આજની સપાટી ૨૦૭.૮૩ મીટર નોધાઈ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફ્રૂટની સામે રૂલ લેવલ ૩૩૩ ફૂટ છે આજે ડેમની સપાટી ૩૧૧.૨૪ મીટર અને આવક ૧૧ હજાર કયુસેક નોધાઈ છે.
નવસારી જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ૨૪ કલાક દરમિયાન ચીખલીમાં ૪ મીમી, ગણદેવીમાં ૧૩ મીમી, જલાલપોરમાં ૫ મીમી, ખેરગામમાં ૧૧ મીમી, નવસારીમાં ૮ મીમી અને વાંસદામાં ૧૫ મીમી વરસાદ નોધાયો છે.
વલસાડ જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ૨૪ કલાક દરમિયાન જિલ્લા ઝરમર ઝાપટા થયા છેશ્વ. ધરમપુરમાં ૯ મીમી કપરાડામાં ૯ મીમી, પારડીમાં ૨ મીમી, વલસાડમાં ૨ મીમી અને વાપીમાં ૪ મીમી વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ સવારે ૬ કલાકે પૂર્ણ થયેલ ૨૪ કલાક દરમિયાન નિઝરમાં ૧૩ મીમી, સોનગઢમાં ૧૮ મીમી, ઉચ્છલમાં ૧૪ મીમી, વાલોડમાં ૨૨ મીમી, વ્યારામાં ૧૭ મીમી, ડોલવણમાં ૧૧ મીમી, કુકરમુંડામાં ૨૭ મીમી જેટલો વરસાદ થયો છે.
દક્ષિણ ગુજરાતમાં ગત ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં નોંધાયો છે. આહવામાં ૧૬ મીમી, સુબીરમાં ૨૮ મીમી, વઘઇમાં ૨૬ મીમી અને સાપુતારામાં ૨૮ મીમી જેટલો વરસાદ નોધાયો છે.