(એજન્સી) કેનેબરા,તા.૨૭
અમેરિકી કમાન્ડરે ચીન પર ન્યુલિયર હુમલો કરવાની ધમકી આપી છે.યુએસ પેસિફિક ફ્લિટના કમાન્ડરે કહ્યું કે જો અમેરિકી રાષ્ટ્રપતિ તેમને આદેેશ આપે તો તે આગામી અઠવાડિયે ટીન પર પરમાણુ હુમલો કરી શકે તેમ છે.ઓસ્ટ્રેલિયાઇ તટ પર અમેરિકા-ઓસ્ટ્રેલિયાઇ સેનાના પ્રમુખ યુદ્ધ અભ્યાસ બાદ ઓસ્ટ્રેલિયાઇ યુનિવર્સીટી સુરક્ષા સંમેલનમાં એક પરિષદ દરમિયાન કમાન્ડરે આ વાત કહી હતી.અમેરિકી કમાન્ડર એડમિરલ સ્કોટ સ્વિફ્ટે એક કાલ્પનિક સવાલનો આ જવાબ આપ્યો હતો.કોર્યક્રમમાં હાજર એક શખ્સ દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે જો આગામી અઠવાડિયે ટ્રમ્પ તમને ચીન પર પરમાણુ હુમલો કરવાનો આદેશ આપે તો તમે શું કરશો.આ પ્રશ્નનો જવાબ આપતાં તેમણે વધુમાં જણાવ્યું કે અમેરિકી સેનાના દરેક સભ્યને યુનાઇટેડ સ્ટેેટ્‌સના તમામ આંતરિક અને વિદેશના દુશ્મનોથી બંધારણની રક્ષા કરવાની શપથ લેવડાવવામાં આવે છે અને અધિકારીઓ તથા અમેરિકાના રાષ્ટ્રપતિ (કમાન્ડર ઇન ચીફ)ના આદેશનું પાલન કરવા અંગે જણાવવમાં આવે છે.તે અમેરિકી બંધારણનું મૂળ છે.પેસિફિક ફ્લીટના પ્રવક્તા ચાર્લી બ્રઉને પછીથી જણાવ્યું કે સ્વિફ્ટના જવાબે સેના પર નાગરિક નિયંત્રમના સિદ્ધાંતની પુષ્ટિ કરી છે.તેમણે કહ્યું કેે એડમિરલ સવાલના આધારનું સંબોધન કરી રહ્યાં ન હતા પરંતુ તેઓ સેનાના નાગરિક અધિકારના સિદ્ધાંતનું સંબોધન કરી રહ્યાં હતાં.દ્વિવાષિક ટેલિસમેન સેબર અભ્યાસ દરમિયાન ૩૬ યુદ્ધ જહાજોએ ભાગ લીધો હતો.જેમાં એરક્રાફ્ટ કેરિયર યુએસએસ રોનાલ્ડ રિગાન,૨૨૦ એરક્રાફ્ટ તથા ૩૩ હજાર સૈનિકો પણ સામેલ હતાં.થોડા દિવસ અગાઉ દક્ષિણી તથી પૂર્વીય સાગર ક્ષેત્ર પર ચીન અને અમેરિકા વચ્ચે વધતી તંગદિલી વચ્ચે પેઇચિંગે વોશિંગ્ટનને ચેતવણી આપી છે.ચીને કહ્યું કે તે બિન મૈત્રીપૂર્ણ ખતરનાક સૈન્ય પ્રવૃત્તિઓ બંધ કરી દે.સાથે જ ચીને તે વાતને નકારી કાઢી હતી કે તેના લડાકૂ વિમાનના પાયલટોએ આંતરરાષ્ટ્રીય સીમામાં અમેરિકાના વિમાનો વિરુદ્ધ ખતરનાક રીતે વિમાન ઉડાવ્યાં હતાં જેના કારણે અમેરિકાના પાયલટોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.