(એજન્સી) તા.૧૯
૧૫ વર્ષ પહેલા હુું જ્યારે મારા ક્લાસની રાહ જોઈ રહ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા અને મને અભિનંદન પાઠવવા લાગ્યા. હું અચરજ પામી ગયો અને પૂછ્યું કે શું થયું? આજે કયો પ્રસંગ છે? આ અભિનંદન શા માટે? તે દિવસે મારો જન્મદિવસ નહોતો. તે દિવસે શું હતું તેના વિશે હું મારા વિદ્યાર્થીઓને પૂછવા લાગ્યો. તેમાંથી એક વિદ્યાર્થીનીએ કહ્યું કે સર આજે હિન્દી દિવસ છે. તે દિવસ ૧૪ સપ્ટેમ્બર હતો અને તમામ હિન્દી ભાષીઓ એકબીજાને અભિનંદન આપી રહ્યાં હતાં. ત્યારે મેં પૂછ્યું કે આ હિન્દી દિવસમાં શું એવું ખાસ છે કે તમે તેની ઉજવણી કરી રહ્યાં છો? ત્યારે તેમાંથી એકે કહ્યું કે કેમ નહીં સર, હિન્દી તો આપણી રાષ્ટ્રભાષા છે. મેં તેને જણાવ્યું કે એવું નથી. તે મને અચરજ ભરી નજરે જોવા લાગી. પરંતુ તેણે એક શિસ્તબદ્ધ વિદ્યાર્થીની તરીકે મારી સામે દલીલો ના કરી. પણ મેં તેની આંખોમાં જોઈ લીધું કે તે મારી વાત સાથે સંમત નહોતી. જ્યારે કથિતરૂપે હિન્દી ભાષી ક્ષેત્ર તરીકે ઓળખાતા ક્ષેત્રમાં લોકોને જણાવવામાં આવે છે કે હિન્દી એક રાષ્ટ્રભાષા નથી ત્યારે તેઓ ખરેખર અચરજ પામી જાય છે અને દુઃખ અનુભવે છે. તેમને વિશ્વાસ જ થતો નથી. રાજ્યમાં સત્તા ચલાવવા માટે અંગ્રેજી ભાષાને પણ મંજૂરી આપવામાં આવી છે. અનેક લોકો હિન્દી ભાષાને અપનાવવા ભાર મૂકે છે જ્યારે અનેક લોકો તેનો વિરોધ પણ કરે છે. રાષ્ટ્રીય ભાષાનો દરજ્જા વિશે સંસદીય સભામાં વિચાર-વિમર્શ સૂચનાત્મક છે. આ ચર્ચા આઝાદીની ચળવળની પૃષ્ઠભૂમિમાં અને ભારત અને પાકિસ્તાન બંને દેશોના ભાગલા વખતે થયેલા લોહીયાળ સંઘર્ષ દરમિયાન પણ ચાલી રહી હતી. બહુમતીના બળનો ઉપયોગ કોઇને એક તરફ વાળવાની જરૂર નહોતી. તેથી વિધાનસભાના સભ્યોએ હિન્દી કે અન્ય કોઈ ભાષાને ભારતની રાષ્ટ્રીય ભાષા તરીકે ન નિયુક્ત કરવાનું વિચાર્યું હતું. હિન્દીને વધારે ભારપૂર્વક આગળ વધારવાનો આ મામલો નહોતો પરંતુ તેના પર દલીલો કરવા પર અંકુશ લાદી દેવાયો હતો. મદ્રાસથી પાર્લામેન્ટ્રિયન ટી.એ.રામાલિંગમે કહ્યું હતું કે જે અમને વધારે ફળદાયી સાબિત થાય છે અને માફક આવે છે તે ભાષા અમે અપનાવી અને એ હિન્દી કરતાં વધારે સારી હતી. જો અમે હિન્દી ભાષાને સ્વીકારવા ગયા હોત તો અમારા લોકોમાં હિન્દી ભાષા એટલી હદે પ્રચલિત નહોતી. એ સાચું છે કે ભારતમાં હિન્દી ભાષા બોલનારા લોકોની સંખ્યા બહુમતીમાં છે. પણ અમે અમારી ભાષા સાથે સહમત છીએ. તે અમારા માટે પ્રાચીન જ છે. જો ખરેખર હિન્દી ભાષાને લોકો પર બળજબરીપૂર્વક થોપવામાં આવશે તો કદાચ તેનાથી સેંકડો ભાષા બોલનારા રાષ્ટ્રની કલ્પનાઓની હત્યા થશે.