(એજન્સી)
નવી દિલ્હી, તા.૧પ
ભાજપના વરિષ્ઠ નેતા કલરાજ મિશ્રાની દેવવ્રત આચાર્યના સ્થાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ પદે નિયુક્તિ કરાઈ છે જ્યારે દેવવ્રત આચાર્યને ગુજરાતના રાજ્યપાલ બનાવાયા છે. રાષ્ટ્રપતિ ભવનની એક યાદીમાં જણાવ્યા અનુસાર મિશ્રા અને દેવવ્રતની નિમણૂકો તેઓ જ્યારથી હોદ્દો સંભાળશે ત્યારથી અમલમાં આવશે. કલરાજ મિશ્રા મોદી સરકારમાં લઘુ ઉદ્યોગ મંત્રી હતા. તેઓ ૭પ વર્ષના થયા બાદ ર૦૧૭માં તેમણે રાજીનામું આપી દીધું હતું. ભાજપે ૭પ વર્ષ પૂરા કરનાર નેતાઓને મંત્રીમંડળમાંથી નિવૃત્ત કર્યા હતા. ર૦૧પમાં દેવવ્રત આચાર્યની હિમાચલપ્રદેશના રાજ્યપાલ પદે નિમણૂક કરાઈ હતી. તે સમયે તેઓ ૬૦ વર્ષના હતા. તેઓ હવે ગુજરાતના રાજ્યપાલ પદે વરાયા છે. વિદાય લેતા રાજ્યપાલ ઓ.પી.કોહલીના અનુગામી બનશે.