કુદરતે આ સજીવસૃષ્ટિમાં જાતજાતની સુંદરતાની છૂટા હાથે લ્હાણી કરી છે. સર્જનહારે જ્યારે સૂર્ય, ચંદ્ર, ધરતી, સમુદ્ર, પર્વતો વગેરેને ગજબનું સૌંદર્ય બક્ષ્યું છે. ત્યારે વૃક્ષો, પશુઓ-પક્ષીઓ જેવા સજીવોની સુંદરતા પણ એક અલગ જ આભા ઊભી કરે છે. પ્રસ્તુત તસવીરમાં બિલાડી પ્રજાતિના લિંકસ પ્રાણીઓની છે. વાઘ જેવા દેખાતા આ પ્રાણીઓનો દેખાવ ભલે થોડો વાઘ અને થોડો બિલાડીને મળતો આવે પરંતુ તેમની પોતાની કેટલીક વિશિષ્ટતાઓ છે. પ્રસ્તુત તસવીરમાં એકબીજાને વહાલ કરતા બે લિંકસને જોઈ શકાય છે.