ભોપાલ, તા.૯
મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથે ગુરૂવારનાં રાષ્ટ્રવાદનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભારતીય જનતા પાર્ટી પર જોરદાર હુમલો કર્યો. કમલનાથે કહ્યું કે, “આ લોકો કૉંગ્રેસને અને સેવા દળને રાષ્ટ્રવાદનો પાઠ ભણાવશે. હું તો હંમેશા કહું છું કે નરેન્દ્ર મોદી જી એક નામ જણાવી દો, જે તમારી પાર્ટીમાંથી સ્વતંત્રતા સેનાની રહ્યા હોય. તમે તમારા સંબંધીઓનું તો જણાવો, તમારું નામ તો છોડો, બાપ-દાદાઓનું નામ છોડોપ આમનો કોઈ સ્વતંત્રતા સંગ્રામ સેનાની નથી રહ્યો અને આ રાષ્ટ્રવાદનો પાઠ કૉંગ્રેસને ભણાવે છે.” કમલનાથે કહ્યું કે, “આપણા દેશની સંસ્કૃતિ સહિષ્ણુતાવાળી છે. આ જ આપણા સંવિધાનનું મૂલ્ય છે. આજે આના પર કયા પ્રકારનો હુમલો થઈ રહ્યો છે. આનો ભવિષ્યમાં શું પ્રભાવ પડશે. સેવાદળનું ઘણું મોટું યોગદાન છે. આપણા દેશને આખું વિશ્વ ઘણા જ આશ્ચર્યથી દેખે છે કે કઈ રીતે અહીં વિવિધતા, અનેકતા છે કે આખો દેશ એક ઝંડા નીચે ઉભો રહે છે. આવી જ મજબૂતી સોવિયત સંઘમાં હતી, પરંતુ વિખેરાઈ ગઈ કેમકે તેમની સંસ્કૃતિ આવી નહોતી. આપણી સંસ્કૃતિ વિવિધતામાં એકતાવાળી છે. આ આપણી સૌથી મોટી શક્તિ છે. આના પર જ હવે હુમલો કરવામાં આવી રહ્યો છે. આ લોકો એનઆરસીની વાત કરે છે.” મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રીએ કહ્યું કે, “આજે આ ગુમરાહ કરવાની વાત કરે છે. તમારે બીજેપીની છેલ્લા ૬-૭ વર્ષની રાજનીતિ ઓળખવાની છે. હમણા લોકસભાની ચૂંટણી થઈ તો જનતાનું ધ્યાન ભટકાવી દેવામાં આવ્યું. આજે પડકાર અને પ્રશ્ન બીજા છે, પરંતુ તેનો જવાબ નથી. તમે મોદીજીને સાંભળ્યા કે ગત સમયમાં તેમણે ખેડૂતો અને નવયુવાનો વિશે વાત કરી હોય?” કમલનાથે કહ્યું કે, “એનઆરસીનો મતલબ છે નેશનલ રજિસ્ટર ઑફ સિટિજન્સ…