(એજન્સી) ભોપાલ, તા.૧૧
મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં બહેરા-મુંગાની શાળામાં બાળકો પર રેપની ઘટનાએ રાજકીય રંગ પકડ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખી પૂછ્યું છે કે પ્રદેશમાં એવી પાંચ જગ્યાઓ કઈ છે જ્યાં બેટીઓ સલામત છે. ટ્‌વીટ કરી કમલનાથે કહ્યું કે દુષ્કર્મના મામલે પ્રદેશ આગળ પડતું છે. હવે અહીંયા બાલીગા ગૃહ પણ સુરક્ષિત નથી. બિહારના મુઝફ્ફરપુર અને યુપીના દેવરિયાની માફક મધ્યપ્રદેશમાં બનેલી રેપની ઘટનાઓથી પ્રદેશ શર્મશાર થયો છે. જન આશીર્વાદ યાત્રામાં મોટા દાવા કરાય છે. પરંતુ સલામતીની પાંચ જગ્યાઓ બતાવો ? ભોપાલ રેપ કાંડના આરોપીને ભાજપના નેતાઓનું રાજકીય સંરક્ષણ છે. તેની સ્પષ્ટતા થવી જોઈએ. તેથી તપાસ એસબીઆઈને સોંપાય. રાજ્યના તમામ આશ્રયગૃહોની ઝીણવટભરી તપાસ કરવા કમલનાથે માગણી કરી છે. એનજીઓના નામે ૧૦ વર્ષમાં હજારો સંસ્થાઓ ફૂટી નીકળી છે. રજિસ્ટર એનજીઓની યાદી જાહેર કરો. રજિસ્ટર નથી તેવી સંસ્થાઓને સરકારી સહાયતા મળે છે તેની તપાસ કરો.