(એજન્સી) ભોપાલ, તા.૧૮
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનતાની સાથે જ કમલનાથે ખેડૂતોનુ દેવું માફ કરવાની સાથે સાથે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયના ભાગરૂપે રાજ્યમાં ઉદ્યોગો દ્વારા ૭૦ ટકા નોકરી સ્થાનિક યુવાનોને આપવાના નિર્ણયને પણ મંજૂરી આપી છે. આ નિર્ણય હેઠળ ઉદ્યોગોને સરકારના લાભ ત્યારે મળશે જ્યારે તે રાજ્યના ૭૦ ટકા યુવાઓને નોકરી આપતા હોય. કમલનાથે વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યુ હતુ કે યુપી બિહારના લોકો અહીંયા આવે છે અને નોકરી લઈ જાય છે પણ સ્થાનિક લોકોને નોકરીઓ મળતી નથી. તેમણે કહ્યું હતું કે સરકાર એવા ઉદ્યોગોને જ પ્રોત્સાહન આપશે જે સ્થાનિક લોકોને નોકરીમાં પ્રાથમિકતા આપતા હોય છે. રોજગારી ઊભી કરવા માટે અમારી સરકારનો આ પહેલો નિર્ણય છે.