(એજન્સી) ભોપાલ,તા.૨૧
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે મની લોન્ડરિંગના કેસમાં રતુલ પુરીની ધરપકડને ‘બદ ઇરાદાથી ભરાયેલું પગલું’ ગણાવ્યું છે. જ્યારે ભાજપે પણ કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)નું પગલું તેની તપાસ પર આધારિત છે. પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમ અને અન્યો જેવા નેતાઓને ટાર્ગેટ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાનો કેન્દ્ર સરકાર સામે આરોપ મૂકતાં કમલનાથે એવી આશા પણ વ્યક્ત કરી કે કોર્ટે આ કેસમાં યોગ્ય નિર્ણય લેશે. કમલનાથે જણાવ્યું કે પુરીના બિઝનેસ સાથે તેમના કોઇ લેવા-દેવા નથી. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતી ઉજવવા માટે યોજવામાં આવેલા કાર્યક્રમથી અલગ કમલનાથે પત્રકારોને જણાવ્યું કે રાજકીય હેતુઓ માટે બધી એજન્સીઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું દુઃખદ છે.