વાગરા, તા.૧૭
દહેજ ખાતે આવેલ જી.એફ.એલ કંપની કોન્ટ્રાક્ટમાં કામ કરતા પાંચ જેટલા કામદારો ૧૮ ફૂટની ઊંચાઈ પરથી પટકાતા નાની મોટી ઈજાઓ થવા પામી હતી. ઇજાગ્રતોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા હતા.
વાગરાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલ જી.એફ.એલ કંપનીમાં લેયર કંપનીના કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારો બપોરે ૪ વાગ્યાની આસપાસ કંપનીમાં બાંધેલા માંચડાના વાંસને છોડવાનું કામ કરતા હતા. દરમિયાન માંચડો એકાએક તૂટી પડતા ૧૮ ફૂટ જેટલી ઊંચાઈ ઉપરથી પાંચ જેટલા કામદાર પટકાયા હતા. ઉપરથી પટકાવવાને પગલે રામલાલ રાય, રામ કિશોરકુમાર તેમજ કમલેશ્વર રામ નામના કામદારને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યારે અન્ય કામદારોને સામાન્ય ઇજા થઇ હતી. ઘાયલ થયેલા ત્રણ કામદારોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસડેવામાં આવ્યા હતા.