(એજન્સી) લખનૌ, તા.રપ
હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ અને હિન્દુ સમાજ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી હત્યાકાંડમાં ઉ.પ્ર. પોલીસે ૧૩ વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. આરોપીઓમાં સામેલ અશરફ અને મોઈનુદ્દીન પર હત્યાના આક્ષેપો મૂકાયા છે. આ બન્ને સામે હત્યાનો કેસ ચાલશે. અન્ય આરોપીઓ સામે અન્ય કલમો હેઠળ કેસ ચલાવવામાં આવશે. સીજેએમ મીરા ગોકલવાલે આ ચાર્જશીટ મંજૂર રાખી ૪થી જાન્યુઆરી ર૦ર૦થી ટ્રાયલ ચલાવવાની જાહેરાત કરી હતી. કમલેશ તિવારીની હત્યામાં સામેલ આરોપીઓ સામે એસઆઈટી દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટમાં ૧૩ વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા છે. એમાં અશફાકહુસેન, મોઈનુદ્દીન પઠાણ રશીદ, ફૈઝાન મેમ્બર, મોહસીન સલીમ શેખ, સૈયદ આસિફઅલી, કૈફી અલી, મોહમ્મદ નાવેદ, રઈસ અહમદ, મોહમ્મદ આસિફ રઝા, મોહમ્મદ કામરાન અશરફ, યુસુફખાન અને મોહમ્મદ જાફરને આરોપી બતાવાયા છે. એમની સામે એસઆઈટીએ હત્યા, ગુનાહીત ષડયંત્ર, પુરાવાઓ છૂપાવવા, આરોપીઓને સંરક્ષણ આપવું, બનાવટી દસ્તાવેજો બનાવવા, છેતરપિંડી, આર્મ્સ એકટ અને આઈટી એકટ હેઠળ આક્ષેપો ઘડયા છે.
કમલેશ તિવારી હત્યા : ૧૩ વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ

Recent Comments