આઈપીએલ ર૦૦૯માં રાજસ્થાન રોયલ્સમાં પદાર્પણ કરનાર કામરાનખાનની કહાણી સૌથી અલગ છે. ઉત્તરપ્રદેશના એક નાના ગામમાંથી આવનાર કામરાનને રાજસ્થાને પોતાની ટીમમાં લીધો અને રાતોરાત પ્રખ્યાત થઈ ગયો તે એવો ખેલાડી હતો જેણે ક્યારેય ફર્સ્ટ ક્લાસની મેચ રમી નથી અને સીધી આઈપીએલમાં એન્ટ્રી બાદ છવાઈ ગયો તેને વિશ્વના મોટા ખેલાડીઓ સાથે રમવાની તક મળી તે આઈપીએલની ર૦૦૯ સિઝનમાં ૧૧ વિકેટ ઝડપી ક્રિકેટ પ્રેમીઓના મનમાં વસી ગયો. શાનદાર બોલિંગને લઈ કામરાનની એકશન પર સવાલ ઉઠ્યા બાદ બોલિંગ એકશનનો રિપોર્ટ કરી દેવામાં આવ્યો અને તેને બે સપ્તાહ રિહેબમાં જવું પડ્યું ત્યારબાદ તેની એકશન બદલાઈ ગઈ. ત્યારબાદ કામરાન પણ તે સ્તરની બોલિંગ કરી શક્યો નહીં જેવી તેણે પોતાની પદાર્પણ આઈપીએલ મેચોમાં કરી હતી. ર૦૧૧માં પૂણે વોરિયર્સ પણ તેને પોતાની ટીમમાં લીધો પણ ત્યાં ઈજાગ્રસ્ત થયા બાદ આગળની આઈપીએલમાં કોઈ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમમાં લીધો નહીં. સૌથી દુઃખની વાત એ છે કે તેને પૈસાની તંગીના કારણે ખેતરોમાં કામ કરવું પડે છે તે ખેતરોમાં સમય પસાર કરે છે અને હજુ પણ ક્રિકેટ રમવાની તક શોધે છે પણ હવે કોઈપણ ટીમને તેનામાં રસ નથી.