(એજન્સી) તા.૧૭
જવાહર લાલ નહેરૂના પૂર્વ વિદ્યાર્થી અધ્યક્ષ કનૈયાકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં કનૈયાકુમાર ઈસ્લામ પર પોતાનું ભાષણ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે, તેઓ ભારતીય મુસ્લિમ છે, અરબથી નથી આવ્યા.
વીડિયોમાં કનૈયા કહી રહ્યા છે કે, અમારો ઈતિહાસ અહીંથી જોડાયેલો રહ્યો છે, અમે બધા લોકો અરબથી અહીં ચાલીને આવ્યા નથી. અમે અહીં મોટા થયા છે, વધ્યા છે અને આ ધર્મની જે ખાસિયત હતી અને જે જૂના ધર્મ હતા, જેમાં છૂત-અછૂત હતી. તેના કારણે જ લોકોએ આ ધર્મને અપનાવ્યો છે કારણ કે આ શાંતિની વાત કરે છે, સરખામણીની વાત કરે છે. મસ્જિદમાં ઊંચ-નીચ નથી થતી. વીડિયોમાં સાંભળી શકાય છે કે, કનૈયા આઝાદનો ઉલ્લેખ કરતા આ જણાવી રહ્યા છે કે, આ દેશ મારો પણ એટલો જ છે જેટલો બાકી ધર્મના લોકોનો, હું જન્મથી ભારતીય છું, અરબથી ચાલીને નથી આવ્યા.