બીજી તરફ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને એ વાત પર ખુશી વ્યક્ત કરી કે પ્લેયર્સના શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ૧૦૦મી ટેસ્ટ જીત હાંસલ કરવામાં સફળ રહી. તેમણે આ જીતને ખેલાડીઓના સતત ચાર દિવસના સારા પ્રદર્શનનું પરિણામ ગણાવ્યું. વિલિયમસને કહ્યું કે, ભારતીય ટીમ ખુબ જ સારી છે અને તેમની સામે જીત મેળવવી એક મોટી વાત છે. મેચમાં નવ વિકેટ લેનાર ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટીમ સાઉદીને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો. સાઉદીએ કહ્યું, મને એ વાતની ખુશી છે કે, અમે આ મેચને અમારા નામે કરી. વેલિગ્ટનનાં રિઝર્વ વિકેટ વિશે તેણે કહ્યું, કે પિચ શરૂઆતમાં સરી રીતે કામ કરી રહી હતી. પરંતુ સમય પસાર થતાની સાથે સાથે તેમાથી સ્વિંગ સમાપ્ત થતી ગઇ. સાઉદીએ કહ્યું કે આ જીતથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે અને આ સાથે જ અમે આગામી ટેસ્ટ મેચમાં ઉતરીશું.