(એજન્સી) બેગુસરાય, તા.૩૦
જવાહરલાલ નહેરૂ (જેએનયુ) વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ ઉમેદવાર તરીકે બેગુસરાય બેઠકથી લોકસભા ચૂંટણી લડી રહેલા કનૈયાકુમાર કાયદાકીય જાળમાં ફસાઈ ગયા છે. જો કે, શુક્રવારે કનૈયાની વિરૂદ્ધ ચૂંટણી આચારસંહિતા ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશન પ્રભારી મંસુર ચક પ્રખંડ વિકાસ પદઅધિકારી મેજિસ્ટ્રેટ શત્રુઘન રજકની ફરિયાદના આધારે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કનૈયાકુમારે ગુરૂવારે ગામમાં એક જનસભાને સંબોધિત કરી હતી. તેની માટે તેમણે સંબંધિત અધિકારી પાસેથી પરવાનગી મેળવી ન હતી. જણાવી દઈએ કે, કનૈયાકુમાર લોકસભા ચૂંટણી અંગે જનસંપર્ક કરી રહ્યા છે. તેમની મુશ્કેલીઓ મહાગઠબંધનના કારણે વધી ગઈ છે. કારણ કે, આરજેડીએ પણ બેગુસરાય બેઠકથી ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. હવે તેમને આરજેડી ઉમેદવાર તનવીર હસનનો પણ સામનો કરવો પડશે, ત્યાં ભાજપથી ગિરીરાજસિંહ તેમની સામે પહેલાથી ઊભા છે. બેગુસરાય બેઠક પર ગિરીરાજસિંહને ટિકિટ આપવામાં આવી છે. તેઓ ચૂંટણીની તૈયારીઓમાં જોડાઈ ગયા છે. જો કે, બેગુસરાયમાં ત્રિકોણીય હરીફાઈ જોવા મળી રહી છે. જેનાથી ભાજપને લાભ થતો દેખાઈ રહ્યો છે, ત્યાં કનૈયાની મુશ્કેલીઓ વધી ગઈ છે.