(એજન્સી) પૂર્ણિયા, તા.૧૭
સંપૂર્ણ દેશમાં નાગરિકતા સંશોધન કાયદા અંગે જ્યાં રસ્તા પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યાં બિહારના પૂર્ણિયામાં સોમવારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન બિલના વિરોધમાં રેલી થઈ. તેમાં જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને માકપા નેતા કન્હૈયા કુમાર સહિત સીમાંચલના બિન ભાજપ પાર્ટીઓના કેટલાક ધારાસભ્ય અને અન્ય નેતા સામેલ થયા. રેલીમાં સીમાંચલ વિસ્તારના હજારો લોકો ખાસ કરીને મુસ્લિમો મોટી સંખ્યામાં સામેલ થયા. ધાર્યા કર્તા વધુ સંખ્યામાં લોકોના પહોંચવાથી રેલીમાં ભારે અવ્યવસ્થા પણ જોવા મળી. રેલીમાં આવેલા લોકો કન્હૈયા કુમાર સહિત અનેક નેતાઓના ભાષણ પણ બરાબર રીતે સાંભળવા મળ્યા નહીં.
એનઆરસીની વિરોધમાં થયેલી રેલીમાં કન્હૈયા કુમારે લોકોને એનઆરસીના પરિણામો વિશે સતર્ક રહેવા જણાવ્યું. પૂર્ણિયાના રેણુ ઉદ્યાનમાં આયોજિત રેલીમાં કન્હૈયાએ જણાવ્યું કે એનઆરસીનો મામલો માત્ર હિન્દુ-મુસ્લિમનો મામલો નથી. પરંતુ આ દેશના બંધારણ સાથે જોડાયેલો મુદ્દો છે. તે માટે આપણે બધા લોકોએ લાંબી લડાઈ લડવી પડશે. રેલીમાં પૂર્ણિયા મંડળના જુદા-જુદા વિસ્તારોથી આવેલા લોકોને એઆઈએમઆઈએમના નેતા અખ્તરૂલ ઈમાન સહિત અનેક મુસ્લિમ સંગઠનોના લોકોએ પણ સંબોધિત કર્યા. રેલીમાં ડાબેરી પક્ષ સાથે જોડાયેલા નેતા પણ પહોંચ્યા હતા. જો કે સાઉન્ડ સિસ્ટમની ગડબડથી નેતાઓના ભાષણ સાંભળવામાં થયેલી મુશ્કેલી પર લોકો નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા હતા. રેલીમાં આવેલા લોકોએ જણાવ્યું કે તે આ કાયદા વિશે સંપૂર્ણપણે જાણતા નથી. પરંતુ જો સરકાર તેમની પાસે ૧૯પ૧ અથવા ૧૯૭૧ સાથે સંબંધિત કોઈ દસ્તાવેજો માંગી લેશે તો તે ક્યાંથી આપશે ? કેટલાક લોકોએ જણાવ્યું કે વિસ્તારમાં દર વર્ષે પૂર આવે છે તેમાં તેમના દસ્તાવેજ પૂરમાં વહી જાય છે. આવામાં જૂના દસ્તાવેજશોધવા મુશ્કેલ છે.