મુખ્યમંત્રીએ શહેરમાં વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ-ભૂમિપૂજન બાદ કાર્નિવલ ખુલ્લો મૂક્યો

city-3-25-12-2016અમદાવાદ, તા.૨૫

શહેરના દક્ષિણઝોનમાં આવેલા ઐતિહાસિક એવા કાંકરીયા તળાવના કિનારે  સતત આઠમા વર્ષે આજે સાંજે સાત દિવસ માટે ચાલનારા કાર્નિવલના રંગારંગ કાર્યક્રમનો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વિધિવત આરંભ કરાવવામાં આવ્યો તે સમયે કાંકરીયા ખાતે પહેલા દિવસે જ જનમેદની ઉમટી પડી હતી.આ અગાઉ મુુખ્યમંત્રી અને શહેરના મેયર ગૌતમ શાહ અને મહાનુભાવોની હાજરીમાં રૂપિયા ૧૧૮ કરોડના પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. વર્ષ-૨૦૦૯ના વર્ષથી કાંકરીયા લેક ખાતે ૨૫થી ૩૧ ડીસેમ્બર સુધી  સાત દિવસ સુધી ચાલનારા કાર્નિવલમાં વિવિધ કલાકારો દ્વારા અને સંસ્થાઓ દ્વારા લોકોને મનોરંજન પુરુ પાડવાની સાથે કેટલીક લોક ઉપયોગી  પ્રવૃત્તિ સાથેના પણ કાર્યક્રમ કરવામાં આવતા હોય છે.આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કાંકરીયા લેકફ્રન્ટ ખાતે કાર્નિવલ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.સાત દિવસ સુધી ચાલનારા રંગારંગ કાર્નિવલ દરમ્યાન અનેક વિવિધ કલાકારો દ્વારા કાર્યક્રમો રજુ કરવામાં આવનાર છે.આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ અને વિવિધ વાનગીઓને આવરી લેતા ફૂડ ફેસ્ટીવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.કાર્નિવલ દરમ્યાન નાણાંની ચુકવણી અને જરૂરીયાતને પહોંચી વળવા જુદી જુદી બેંકો દ્વારા ચાર મોબાઈલ એટીએમ ,દસ જેટલા પોઈન્ટ ઓફ સેલ મશીન,સાથે ક્રેડીટ કાર્ડ,ડેબીટકાર્ડ,પ્રિપેઈડ કાર્ડ,તથા ઈ-વોલેટ(પેટીએમ,ફ્રી-ચાર્જ વગેરે દ્વારા નાણાં સ્વીકારવા માટે વીસ જેટલા સ્થળોએ સુવિધા ઉભી કરવામાં આવી છે. કાર્નિવલમાં રોક બેન્ડ,ગુજરાતી-હિન્દી પ્લેબેક સંગીત ઉપરાંત આતશબાજી,થીમ લાઈટીંગ,લેસર-શો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.પ્રગતિશીલ ગુજરાત તથા સ્માર્ટ અમદાવાદના થીમ સાથે તૈયાર કરવામાં આવેલો  મલ્ટીકલર લેસર શો આ વખતનું આકર્ષણ બની રહેશેગુજરાતના ગરબા ઉપરાંત રાજસ્થાનના તેરા તાલ,અને ગુમ્મર,પંજાબનું ગીધા અને ભાંગડા,પશ્ચિમ બંગાલનું દુર્ગા નૃત્ય પણ હાજર રહેનાર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી કાર્નિવલને ખુલ્લો મૂકયા બાદ ગીતસંગીત-નૃત્ય, મિમિક્રી, લોકકલા વગેરેના રંગારંગ કાર્યક્રમો ખુલ્લામૂકવામાં આવ્યા હતા અને રાત્રે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.

 

કયા પ્રોજેક્ટોનું ભૂમિપૂજન કર્યું ?

પ્રોજેક્ટ  ખર્ચ (કરોડમાં)

મેડીકલ બોયઝ હોસ્ટેલ     ૩૯.૦૦

મેડીકલ ગર્લ્સ હોસ્ટેલ        ૨૪.૦૦

ગોમતીપુર કોમ્યુનિટી સેન્ટર           ૦૨.૬૬

ગોમતીપુર હિન્દી શાળા બિલ્ડીંગ   ૦૧.૨૦

વિરાટનગર કોમ્યુનિટી સેન્ટર         ૦૧.૪૭

જોધપુર વોર્ડ ઓફિસ         ૦૨.૭૯