દેવગઢબારિયા,તા.ર૧
આંતરરાષ્ટ્રીય મૂળનિવાસી દિવસ ૯મી ઓગસ્ટ ર૦૧૮ના રોજ દિલ્હીના જંતર-મંતર પર કેટલાક અસામાજિક તત્વો જે એક જ જાતી સમૂહના લોકો દ્વારા ભારતીય લોકતાંત્રિક દેશના ગૌરવ સમા બંધારણ સળગાવવાની હલ્કી પ્રવૃતિ કરી દેશના સર્વોચ્ચ ગ્રંથનું અપમાન કરેલ છે. આ પ્રવૃતિ કરનારાઓ સામે દેશભરમાં લોકતાંત્રિક જનતા દળ દ્વારા દેશના પ૦૦ જિલ્લાઓમાં ધરણા પ્રદર્શનના કાર્યક્રમો કરી આવી ઘિનોની પ્રવૃતિના વિરોધમાં દોષિતો સામે કાર્યવાહી કરવા દરેક જિલ્લા મથકો અને તાલુકા મથકોના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
દેશની ઓબીસી, એસટી, એસસી અને માઈનોરિટીઓને એટલે કે બહુજન લોકોને હક અને અધિકારો માટે સતત સંઘર્ષ કરતું ભારત મુકિત મોર્ચાના નેજા હેઠળ જયારે દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે સંવિધાન સળગાવવાની હલકટ પ્રવૃતિ કરી તેમજ બહુજનોનું ધ્યાન અન્યત્ર ભટકાવી દેશની જવનંત અને સળગતી સમસ્યાઓની ચર્ચા કરી દેશભરમાં દેશના મૂળનિવાસી લોકોની સમસ્યાઓને ઉજાગર કરવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. તે કાર્યને અવરોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જેની સામે પણ આવનારા સમયમાં આયોજન બનાવી દેશભરમાં આંદોલન કરવામાં આવશે.