નસવાડી, તા.૧૩
નસવાડી તાલુકાના ખીચડિયા ગામે રહેતા ખેડૂત જનકસિંહ જસવંતસિંહ ચૌહાણ જેઓ તેમના ખેતરમાં કપાસની ખેતી કરી હતી. જેમાં કપાસ હાલમાં તૈયાર થઈ ગયો હતો. જેમાં તેઓ દ્વારા ગઈકાલે આ ઉલ્ટા કપાસમાં દવા છાંટવામાં આવી હતી. ને તે દવા છાંટવાના માત્ર ૧૦ કલાકમાં જ આ ખેડૂતાના ૮ એકરમાં તૈયાર થયેલ કપાસ બળી ગયો હતો. આ બાબતે ખેડૂતના જણાવ્યા મુજબ એપ્રિલ માસમાં નસવાડીની સરકારી મંડળીમાંથી અમોને આ કપાસની દવા તેમજ અન્ય કીટ આપવામાં આવી હતી પરંતુ આ દવાના છંટકાવના માત્ર ૧૦ કલાકમાં જ અમારો ૮ એકરનો અંદાજે પથી ૬ લાખ રૂપિયાનો કપાસ નાશ થઈ ગયો છે અમે ખેડૂતો રાત-દિવસ ખેતરમાં મહેનત કરીને ખેતી કરીએ છીએ પરંતુ આવી દવાઓના કારણે અમારી મહેનત તેમજ પૈસા વ્યર્થ જાય છે. અમારી ખેડૂતોની હાલત એટલી ખરાબ છે કે અમારે જીવન જીવવું પણ મુશ્કેલ બન્યું છે. જ્યારે આજથી ૧ માસ ઉપરાંતના સમય પહેલાં પણ ખંભાયતા ગામે ખેતી કરતા ડુ.ભીવ નારસીંગભાઈ પારસીંગભાઈના ખેતરમાં કપાસનો ઊભો પાક તૈયાર થયેલ હતો જેના દ્વારા નસવાડીના એક દવાના વેપારીને ત્યાંથી દવા છંટકાવ માટે લાવવામાં આવી હતી. દવા છાંટ્યાને માત્ર-૮ કલાકમાં જ આ ખેડૂતનો તમામ કપાસ બળી ગયો હતો. જે બાબતે આ ખેડૂત દ્વારા દવાના વેપારીને જાણ કરવામાં આવતા આ વેપારી દ્વારા આ ખેડૂતાને દબાવીને મામલો રફેદફે કરી મૂકવામાં આવતા આ ખેડૂતા દ્વારા નસવાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જેના અનુસંધાને નસવાડી પોલીસે તમામ દવાઓ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવી હતી. નસવાડી તાલુકાના ખચડિયા તેમજ ખંભાયતા ગામે દવા છાંટવાના કારણે લાખો રૂપિયાનો કપાસ મટી ગયો તેની તસવીર.