અમદાવાદ, તા.૬
રાજયમાં ચાલુ ખરીફ સીઝનમાં કપાસના આગોતરા વાવેતરમાં અમુક જિલ્લામાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે જેમાં આ મુજબના પગલા લેવા સંબંધિત ખેડુતોને ખેતી નિયામક ગાંધીનગર દ્વારા ભલામણ કરવામાં આવે છે. બીટી બિયારણના પેકેટમાં રાખેલ નોન બીટી બિયારણને આશ્રય પાક તરીકે વાવવું. મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮ કુદાં પકડાય તો કીટકનાશકોનો છંટકાવ કરવો, ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વિણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની નર કુદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. કપાસના પાકમાં ફુલ ભમરી, જીડવાની શરૂઆત થતા અસ્તવસ્ત પદ્ધતિથી ૧૦૦ કુલ-ભમરી-જીંડવા તપાસવા તે પૈકી પાંચમાં ગુલાબી ઈયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાનો છંડકાવ કરવો. દવાઓનો છંટકાવ કરતા પહેલા કપાસના છોડ ઉપરથી વિકૃત થઈ ગયેલ ફુલ ભમરી તોડી લઈ ઈયળ સહિત નાશ કરવો. ક્ષમ્યમાત્રાને અનુસરી ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ અથવા ફ્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લી અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૧૦ મિ.લી અથવા સાયપરીમેથ્રીન ૧૦ ઈસી ૧૦ મિલિ અથવા સાયપરીમેથ્રીન ૨૫ ઈસી, ૦૪ મિલિ અથવા આલ્ફાસાયપરમેથ્રીન ૧૦ ઈસી ૧૦ મિલિ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી, ૦૩ મિલિ. અથવા એમામેક્ટીન બેનઝોએટ ૫ એસજી ૦૩ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન ૧ ટકા, ટ્રાયઝોફોસ ૩૫ ટકા ઈસી ૧૦ મિલી અથવા ફ્લોરપાયારીફોસ ૧૬ ટકા, આલ્ફાસાયપરમેથ્રીન ૧ ટકા ઈસી ૧૦ મિલી અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઈસી ૧૦ મિલિ અથવા ફ્લોરપાયારીફોસ ૫૦ ટકા સાયપરમેથીન ૫ ઈસી ૧૦ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુ પી. ૧૦ ગ્રામ કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો.