(એજન્સી) તા.૧૯
બોલીવુડ અભિનેતા તેમજ જાણીતા કોમેટિયન કપિલ શર્માએ કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ તેમજ સોની ટીવી વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કરવા બદલ ભાજપ આઈ.ટી.સેલના સભ્યોને ઠપકો આપ્યો હતો. આ સોશિયલ મીડિયા અભિયાન પર પ્રતિક્રિયા આપતા કપિલ શર્માએ કહ્યું હતું કે, મને લાગે છે કે આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ નીકળવો જોઈએ. તેના પર પ્રતિબંધ મુકો સિદ્ધુજીને શોમાંથી હટાવી દો આ બધી ક્ષુલ્લક વાતો છે. તમે મને જણાવો કે જો સિદ્ધુજીને આ શોમાંથી દૂર કરવાથી સમસ્યાનો ઉકેલ આવી જતો હોય તો પછી સિદ્ધુજી પોતે એટલા સમજદાર છે કે તે પોતે જ શોમાંથી ખસી જશે. લોકોનો ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે. કપિલે કહ્યું હતું કે, “હૈશટેગ ચલાવી દેવામાં આવે છે. બોયકોટ સિદ્ધુ, બોયકોટ કપિલ શર્મા શો, મને લાગે છે કે મુદ્દાની વાત કરવી જોઈએ. જો કોઈ વાસ્તવિક સમસ્યા છે તો તેના પર ધ્યાન કેન્દ્રીત કરો, આડા-અવળા મુદ્દા પર યુવાનોને ગેરમાર્ગે ન દોરો કે જેથી અમે વાસ્તવિક મુદ્દાઓથી ન ભટકીએ”