(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
કેન્દ્ર સરકારના બેરોજગારી અંગેસત્તાવાર ડેટા અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રહાર કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદીના ‘પકોડાશાસ્ત્ર’ને કારણે બેરોજગારી વધી રહી છે. તેમણે કહ્યું કે, એનએસસીના બે સભ્યોએ રાજીનામું આપી દીધું છે. તેઓ આ ડેટા આગળ જવા દેવા માગતા ન હતા. અન્ય દેશોમાં આપણે સાંભળીએ છીએ કે લોકોનું એન્કાઉન્ટર થાય છે પણ આપણા દેશમાં ડેટાનું પણ એન્કાઉન્ટર થાય છે. દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. આ મોદીના પકોડાશાસ્ત્રનું પરિણામ છે. મહત્વના નેશનલ સેમ્પલ સર્વેને બહારપાડવાથી રોકી રાખવા બદલ સરકારથી નારાજ થયેલા એનએસસીના બે અધિકારીઓએ પોતાના રાજીનામાં આપી દીધા હતા.