(એજન્સી) તા.૬
એસોસિએશન ઓફ બિલિયન માઈન્ડ્‌સ(એબીએમ)અંગે હફપોસ્ટ ઈન્ડિયાઝ ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ તરફ ધ્યાન દોરતાં વિપક્ષી નેતાઓએ કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની મોદી સરકારે જાહેરાતો પાછળ અઢળક ખર્ચ કર્યો અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવા માટે સોશિયલ મીડિયા ભરપૂર દુરુપયોગ પણ કર્યો. તેમણે કહ્યું કે હવે તો ચૂંટણી સુધારાઓને અમલમાં લાવવાની તાંતી જરૂર છે. ૩ જુલાઈએ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે રાજ્યસભામાં કહ્યું હતું કે ચૂ઼ંટણી પહેલા અમુક ચોક્કસ મતદારોને નિશાન બનાવવા ભાજપે અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. જોકે ભાજપને આ કાર્ય કરવામાં એબીએમએ જ મદદ કરી હતી.
સિબ્બલે કહ્યું કે આપણે સુધારાઓ વિશે વાત શરૂ કરીએ તે પહેલા આપણે સમસ્યા શું છે તેનું આકલન કરવું જરૂરી છે. ભાજપે સત્તાવાર રીતે ફેસબુક પાછળ ૧.૩૨ કરોડ રૂપિયા ખર્ચ્યા પણ બિન સત્તાવાર રીતે ફેસબુક પેજ જેવા કે ભારત કે મન કી બાત, નેશન વિથ નમો, માય ફર્સ્ટ વોટ ફોર મોદી પાછળ સાડા ચાર કરોડથી પણ વધુ ખર્ચ કરવામાં આવ્યા અને આ તમામ પાછળ એસોસિએશન ઓફ બિલિયન્સ માઈન્ડ્‌સનો જ હાથ હતો.
તેમણે કહ્યું કે એબીએમ માની લો કે એક એનજીઓ છે અને તેની રચના ફક્ત ભાજપની મદદ કરવા માટે જ કરવામાં આવી હતી. સિબ્બલે આ માહિતી રાજ્યસભામાં આપી હતી. જોકે તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયને પણ મોશન ઓફ થેન્ક્‌સના સંબોધનમાં આ અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો. ઓબ્રાયને કહ્યું હતું કે આ એક મહિલા એનજીઓ છે જેનું નામ સરવાણી ફાઉન્ડેશન છે. તેને હવે એસોસિએશન ઓફ બિલિયન માઈન્ડ્‌સ કહેવાય છે. જાઓ તેની તપાસ કરો. તેઓ ભાજપ માટે જાહેરાતો કરે છે. જોકે તેમ છતાં એસોસિએશન ઓફ બિલિયન માઇન્ડ્‌સ જે ખર્ચ કરે છે તેને ચૂંટણી ખર્ચમાં સામેલ પણ કરાતું નથી.