નવી દિલ્હી,તા.૨૬
કપિલ સિબ્બલે મહારાષ્ટ્રની રાજનીતિને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે ભાજપે કર્ણાટકમાં પણ આમ જ કર્યું હતું. આ દેશના ‘ચાણક્ય’ને દાદ આપવી પડે. જોઈએ ચાણક્ય હવે શું કરે છે. આમ આડકતરી રીતે ભાજપના મુખ્ય નેતાઓ પર પણ કપિલ સિબ્બલે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
કપિલ સિબ્બલે રાજ્યપાલને પણ ઘેર્યા હતા અને કહ્યું કે રાજ્યપાલે શા માટે ના પૂછ્યું કે સમગ્ર એનસીપી તમારી સાથે છે કે નહીં? આ સિવાય કપિલ સિબ્બલે કહ્યું કે ભાજપને સંવિધાન અને દેશની કોઈ ચિંતા નથી.
કપિલ સિબ્બલે કહ્યું કે ગઠબંધનની સંમતિથી સીએમ ઉદ્ધવ ઠાકરે બનશે. સરકાર બનાવવાને લઈને સાંજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ રાજ્યપાલને મળશે. રાજ્યપાલ પર સવાલ ઉભો કરીને કપિલ સિબ્બલે કહ્યું કે ક્યાં આધાર પર રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા. આમ કપિલ સિબ્બલે જાહેરાત કરી દીધી છે કે કોણ મહારાષ્ટ્રમાં સીએમ બનવા જઈ રહ્યાં છે.