(એજન્સી) કરાચી, તા.ર૬
એક વરિષ્ઠ પાકિસ્તાની પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, બંદૂકધારીઓએ ભાગતા પહેલાં દક્ષિણી બંદર શહેર કરાચીમાં તેમના ઘરની બહાર એક પૂર્વ ધારાસભ્ય પર ગોળીબાર કર્યો હતો. જાવેદ ઓધોએ જણાવ્યું કે, મંગળવારે સાંજે થયેલા હુમલામાં અલી રઝા આબિદી ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. હાલમાં કોઈ પણ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. વડાપ્રધાન ઈમરાનખાન અને અન્ય વિપક્ષી નેતાઓએ તેની ટીકા કરી હતી. આબિદી નેશનલ એસેંબલીના પૂર્વ સભ્ય હતા અને તેમની મૃત્તહિદા કોમી મુવમેન્ટ પાર્ટીએ સરકારને તેમના હત્યારાઓની તપાસ કરી તેમની ધરપકડ કરવાનો આગ્રહ કર્યો છે. મુત્તાહિદા કોમી મુવમેન્ટ પાર્ટી ઉર્દુ ભાષા બોલતી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને તેના બે જૂથોના એકબીજાની સાથે સંબંધો સારા નથી.